• Home
  • News
  • કોરોનાકાળમાં ડિપ્રેશનનો પગપેસારો, ઘેરબેઠાં લોકોમાં એકલતા, ખાલીપણું અને ચેપના ડરને કારણે દેશ-દુનિયામાં ડિપ્રેશનના કેસો વધ્યા
post

અમેરિકામાં જ્યાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા ત્યાં રહેતા 50% લોકોના મગજ પર ખરાબ અસર પડી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 11:43:28

લોકડાઉન જેવા કડક વલણ પછી પણ વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના વાઇરસના દરરોજ મોટી સંખ્યામાં કેસો ઉમેરાતા જઈ રહ્યા છે. ભારતમાં જ દરરોજ નવા કેસોની સંખ્યા સાથે નવા-નવા રેકોર્ડ બની રહ્યા છે. કોરોના વાઇરસના કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે તો કેટલાય લોકોની નોકરી જતી રહી છે. આ પરિસ્થિતિને કારણે ઘેરબેઠાં લોકોમાં એકલતા, ખાલીપણું અને ચેપના ડરને કારણે ડિપ્રેશનની સ્થિતિ ઊભી થઈ છે.

·         વર્ષ 2019ના એક રિપોર્ટ અનુસાર, 7.5% ભારતીયો માનસિક રોગોથી પીડાઈ રહ્યા છે. તેમાંથી માત્ર 70 ટકા લોકોને જ સારવાર મળી શકે છે.

·         41% ભારતીયોએ કહ્યું કે, જો તેમની ઓળખ અથવા તેમના ગ્રૂપમાં કે તેમની વર્કપ્લેસ પર કોઈ વ્યક્તિ બીમાર પડે તો ગભરાટ અનેકગણો વધી જાય છે.

·         72% ભારતીયોમાં પરિવારના આરોગ્ય વિશે ચિંતા. લોકો કોરોનાસંકટ દરમિયાન અનિંદ્રા, ઉદાસી અને ડર અનુભવી રહ્યા છે.

·         19% લોકોનું કહેવું હતું કે, આનાથી તેમના મગજ પર ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે. હોમ ક્વોરન્ટિન અથવા ક્વોરન્ટિન સેન્ટર્સમાં રાખવામાં આવેલા લોકોની સ્થિતિ વધુ ખરાબ છે.

·         45% પુખ્ત વયના લોકોના એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક રોગચાળાને કારણે તેમના મગજ પર ઘણી નકારાત્મક અસર પડી રહી છે.

·         અમેરિકામાં જ્યાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા ત્યાં રહેતા 50% લોકોના મગજ પર ખરાબ અસર પડી છે.

·         કોરોના વાયરસના ભયને કારણે 10% થી વધુ લોકો યોગ્ય રીતે ઊંઘ પૂરી નથી કરી શકતા.

adv

Related News

post
post
post
post
post
post
post