• Home
  • News
  • ક્રૂડમાંથી કમાણી:પેટ્રોલમાં દર લિટરે 20.14, જ્યારે ડીઝલમાં 19.89 ગુજરાત સરકારની તિજોરીમાં જાય છે; વર્ષે 15 હજાર કરોડનો નફો
post

2020-2021માં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાંથી 3 લાખ કરોડની કમાણી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-27 11:03:05

પેટ્રોલના ભાવ આસમાન આંબી રહ્યા છે. ત્યારે પેટ્રોલની કિંમતમાંથી રાજ્ય સરકારને કેટલી રકમ મળે છે એ સવાલ દરેકના મનમાં છે. ગુજરાતમાં પેટ્રોલમાં દર લિટરે રૂ. 20.14 અને ડીઝલમાં રૂ. 19.89 સરકારની તિજોરીમાં જાય છે. 2020 કરતાં 2021માં પેટ્રોલમાં દર લિટરે રૂ. 4.25 અને ડીઝલમાં રૂ. 3.90 રાજ્ય સરકારના ટેક્સમાં વધારો થયો છે. 2020ના જુલાઇમાં પેટ્રોલ પર પ્રતિ લિટરે રૂ. 15.90 મળતા હતા, જે વધીને જુલાઇ 2021માં રૂ. 20.14 થયા છે. ડીઝલમાં 2020માં પ્રતિ લિટરે રૂ. 15.98 મળતા હતા, જે વધીને 2021 જુલાઇમાં 19.89 થયા છે. આ માહિતી સોમવારે લોકસભામાં આપવામાં આવી હતી. પેટ્રોલ-ડીઝલના ટેક્સમાંથી દર વર્ષે ગુજરાત સરકારને 15 હજાર કરોડની કમાણી થાય છે.

3 મહિનામાં પેટ્રોલમાં રૂ. 11નો, જ્યારે ડીઝલમાં રૂ. 10નો વધારો

તારીખ

પેટ્રોલ

ડીઝલ

26 જુલાઇ

રૂ. 98.65

રૂ. 96.81

25 જુલાઇ

રૂ. 98.65

રૂ. 96.81

23 જુલાઇ

રૂ. 98.65

રૂ. 96.81

16 જુલાઇ

રૂ. 98.36

રૂ. 96.81

14 જુલાઇ

રૂ. 98.02

રૂ. 96.65

1 જુલાઇ

રૂ. 95.72

રૂ. 96.81

1 જૂન

રૂ. 91.54

રૂ. 91.99

1 મે

રૂ. 87.55

રૂ. 86.94

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ટેક્સ ઓછો
પ્રતિ લિટર પેટ્રોલ-ડીઝલ પર રાજ્યને મળતો ટેક્સ

રાજ્ય

પેટ્રોલ

ડીઝલ

ગુજરાત

રૂ. 20.14

રૂ. 19.89

મધ્યપ્રદેશ

રૂ. 31.55

રૂ. 21.68

રાજસ્થાન

રૂ. 29.88

રૂ. 21.82

મહારાષ્ટ્ર

રૂ. 29.55

રૂ. 20.85

આંધ્રપ્રદેશ

રૂ. 28.49

રૂ. 21.78

કેન્દ્ર પેટ્રોલ-ડીઝલમાં એક્સાઇઝ-સેસ દ્વારા રૂ.3.35 લાખ કરોડ કમાયું

વર્ષ

પેટ્રોલ

ડીઝલ

2020

રૂ. 22.98

રૂ. 18.83

2021

રૂ. 32.90

રૂ. 31.80

તફાવત

રૂ. 9.92

રૂ. 12.97

·         સૌથી ઓછો વેટ આંદામાન અને નિકોબારમાં છે. પેટ્રોલ પર લિટરે 4.82 અને ડીઝલ પર 4.74 વસૂલાય છે.

·         કેન્દ્ર પેટ્રોલિયમ પેદાશો પર એક્સાઈઝ ડ્યૂટી તરીકે 32 રૂપિયા વસૂલે છે. તેનો ઉપયોગ 80 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અપાતી સહાયમાં કરાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post