યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ પણ ફિલિપાઈન્સમાં આવેલા ભૂકંપની પુષ્ટિ કરી
આખા વિશ્વમાં છેલ્લા એક વર્ષમાં ભૂકંપમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વિશ્વભરમાં રોજ અલગ-અલગ સ્થળોએ એકથી વધુ ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. આજે સવારે મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ હવે ફિલિપાઈન્સમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ ફિલિપાઈન્સમાં માબિની મ્યુનિસિપાલિટીના ઉત્તર-પશ્ચિમમાં 7 કિલોમીટર દૂર આવ્યો હતો અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 આંકવામાં આવી હતી. ભારતીય સમય પ્રમાણે આ ભૂકંપ સવારે 10:27 કલાકે આવ્યો હતો. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ પણ ફિલિપાઈન્સમાં આવેલા ભૂકંપની પુષ્ટિ કરી છે.
ફિલિપાઈન્સમાં આવેલા આજના ભૂકંપની ઉંડાઈ લગભગ 93 કિલોમીટર રહી હતી.
કોઈ નુકસાની નથી થઈ
ફિલિપાઈન્સમાં આજે આવેલા આ ભૂકંપથી કોઈ નુકશાન નથી થયું. જોકે, ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં લોકોને આંચકા અનુભવાયા હતા.
ભૂકંપમાં થઈ રહેલો વધારો ચિંતાજનક