• Home
  • News
  • ન્યુઝીલેન્ડમાં ચક્રવાત ગ્રેબિયલ બાદ આવ્યો ભૂકંપ:રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા, કેન્દ્ર પરપરોમુ શહેરથી 50 કિમી દુર હતું
post

ન્યૂઝીલેન્ડમાં સાયક્લોન ગેબ્રિયલ સંદર્ભે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. લગભગ 509 ફ્લાઈટ્સને રદ કરવામાં આવી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-15 18:47:56

વેલિંગટન: ન્યુઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલ બાદ હવે ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર પરપરોમુ શહેરથી 50 કિમી દુર હતું. રાજધાની વેલિંગટન સહિત ઓકલેન્ડ અને ક્રાઇસ્ટચર્ચ શહેરમાં લોકોએ લગભગ 30 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા છે.

આ પછી થોડીવાર બાદ ત્યાં 4.0ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર સાઉથવેસ્ટમાં તૌમારુનુઈ શહેર હતું. જો કે, નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ તેનાથી સુમાનીનું કોઈ જોખમ ન હોવાની વાત જણાવી છે. ભૂકંપથી કોઈ જાનહાની કે નુકશાન થયાના કોઈ સમાચાર નથી.

વાવાઝોડું ગેબ્રિયલમાં 4 લોકોના મોત
આ પહેલા ન્યુઝીલેન્ડમાં આવેલા વાવાઝોડું ગેબ્રિયલે નોર્થ આઈલેન્ડમાં ભારે વિનાશ વેર્યો હતો. આ વાવાઝોડામાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે 10 હજારથી વધું લોકો ઘરવિહોણા થયા છે. વાવાઝોડાને જોતા ન્યુઝીલેન્ડની સરકારે મંગળવારે નેશનલ ઈમરજન્સી જાહેર કરી હતી. ઓકલેન્ડ શહેરમાં પવનની ગતિ 110 કિલોમીટર નોંધાઈ હતી. જ્યારે ઉત્તરીય વિસ્તારમાં 46 હજાર ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

6 ફેબ્રુઆરીએ તુર્કી અને સિરિયામાં ભૂકંપ આવ્યો હતો

તુર્કી અને સિરિયામાં 6 ફેબ્રુઆરીની સવારે 3 મોટા ભૂકંપ આવ્યા હતા. તુર્કીના સમય મુજબ, પહેલો ભૂકંપ સવારે લગભગ 4 વાગ્યે (7.8), બીજો સવારે 10 વાગ્યે (7.6) અને ત્રીજો બપોરે 3 વાગ્યે (6.0) વાગ્યે આવ્યો હતો. બંને દેશોમાં અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા છે.

ન્યૂઝીલેન્ડમાં સાયક્લોન ગેબ્રિયલ સંદર્ભે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. લગભગ 509 ફ્લાઈટ્સને રદ કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડના ઉત્તરી ભાગોમાં 250 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. ઑકલેન્ડ શહેરમાં અત્યારે પવનની ઝડપ 110 કિમી પ્રતિ કલાક હતી. ઉત્તરના ભાગોમાં લગભગ 46 હજાર ઘરોમાં વીજળી ઠપ થઈ ગઈ હતી.

વાવાઝોડાના કારણે ભારે વરસાદ પણ થઈ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ઑકલેન્ડમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. અહીં સમુદ્રનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. ન્યૂઝીલેન્ડના હવામાન વિભાગ અનુસાર, હજુ તો ચક્રવાત ગેબ્રિયેલની શરૂઆત જ છે અને એટલામાં જ પાવર લાઈન્સ, રોડ અને ઝાડોને નુકસાન થવાનું શરૂ થઈ ગયું છે. આવતા 24 કલાક સંવેદનશીલ રહેશે અને આ દરમિયાન ઘણા નુકસાન થવાની આશંકાઓ સેવાઈ રહી છે. લોકોને ઘરની બહાર ના નીકળવા સલાહ આપવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post