• Home
  • News
  • ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજી:પપુઆ ન્યૂ ગિનીમાં 7.3 તો તિબેટમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ, જોરદાર આંચકા અનુભવાયા હતા
post

ગુજરાત સરકારની ISR વેબસાઈટ મુજબ ગત 20 માર્ચના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-03 19:49:36

તિબેટ અને પપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપ આવ્યો હતો. તિબેટના શિજાંગ શહેરમાં રવિવાર અને સોમવારની રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર મુજબ શિજાંગમાં રાત્રે અંદાજે 1:12 કલાકે ભૂકંપ આવ્યો હતો. તિબેટના શિજાંગ શહેરમાં આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2ની નોંધાઈ છે. તેના પછી લોકો વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી મોટી સંખ્યામાં લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, હાલ કોઈપણ પ્રકારના નુકસાનની જાણકારી નથી મળી.

અગાઉ પપુઆ ન્યૂ ગિનીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 7.3 માપવામાં આવી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર મુજબ, રવિવારની રાત્રે અંદાજે 11:34 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તંત્ર તરફથી સુનામીની ચેતવણી નથી અપાઈ. ઘટનાસ્થળે થયેલા નુકસાનની જાણકારીના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

20મી માર્ચે ગુજરાતમાં ભૂકંપના ત્રણ આંચકા
આપને જણાવી દઈએ કે, ગુજરાત સરકારની ISR વેબસાઈટ મુજબ ગત 20 માર્ચના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. કચ્છના ભચાઉમાં સવારે 7.35 કલાકે 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે જૂનાગઢના માંગરોળમાં બપોરે 2 કલાકે 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એ જ દિવસે રાત્રે 8.04 કલાકે કચ્છના ભચાઉમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપમાં કોઈપણ પ્રકરના નુકસાનની જાણકારી મળી નહતી.

ભૂકંપ કેમ આવે છે?
ભૂકંપ કેમ આવે છે તેને જાણતા પહેલાં આપણે ધરતીની રચનાને જાણવું પડશે. હકીકતમાં, પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર ટકેલી છે. તેની નીચે પ્રવાહી લાવા છે. આ પ્લેટ્સ સતત તરતી રહે છે અને ઘણી વખત એકબીજા સાથે અથડાય છે. વારંવાર ટકરાવવાના કારણે પ્લેટ્સના ખૂણા વળી જાય છે અને વધુ દબાણ પડવા પર પ્લેટ્સ તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં નીચેથી નીકળેલી ઊર્જા બહારની તરફ નીકળવાનો રસ્તો શોધે છે અને આ ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે.

ભૂકંપની તીવ્રતા કેવી રીતે માપવામાં આવે છે?
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. તેને રિક્ટર મેગ્રીટ્યૂડ ટેસ્ટ સ્કેલ પણ કહેવામાં આવે છે. ભૂકંપને તેને તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. ભૂકંપ દરમિયાન જમીનની અંદરથી નીકળતી ઊર્જા કેટલી તીવ્ર હોય છે, તેને એપીસેન્ટરથી માપવામાં આવે છે અને ભૂકંપના જોખમનો અંદાજ લગાવવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપને 1થી 9 સુધીના આધાર પર માપવામાં આવે છે.1 એટલે ઓછી તીવ્રતાની ઊર્જા નીકળે છે. 9 એટલે સૌથી વધુ ખૂબજ ભયાનક તબાહી મચાવી શકે છે. જો રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા દેખાય છે, તો તેની નજીકના 40 કિલોમીટરમાં તીવ્ર કંપન અનુભવાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post