• Home
  • News
  • હૈતીમાં ફરીથી ધરતી ધ્રૂજી:સતત બીજા દિવસે 5.8ની તીવ્રતાનો ભૂકંપ, કુલ 1297 લોકોનાં મોત; 2800થી વધુ ઇજાગ્રસ્ત અને સેંકડો લાપતા
post

ભૂકંપમાં 1800 લોકો ઇજાગ્રસ્ત થયા. અમેરિકાએ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-16 10:45:58

હૈતીમાં સતત બીજા દિવસે પણ ધરતી ધ્રૂજી છે. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલમાં 5.8 માપવામાં આવી છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, બંને ઘટનામાં કુલ 1297 લોકોનાં મોત થયાં છે અને 2800 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત સેંકડો લોકો હજુ લાપતા છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.

એજન્સીએ જણાવ્યા પ્રમાણે, પહેલા ભૂકંપમાં 2868 જેટલાં ઘર અને બીજામાં વધુ 5410 જેટલાં ઘર નાશ પામ્યાં છે. યુરોપિયન મેડિટેરિયન સિસ્મોલોજિકલ સેન્ટરે પણ બીજા ભૂકંપની પુષ્ટિ કરી છે. સેન્ટરના જણાવ્યા પ્રમાણે, ભૂકંપનું કેન્દ્રબિંદુ શહેરના ઉત્તર-પશ્ચિમમાં 41 કિલોમીટર દૂર સ્થિત હતું અને અંદાજે 30 કિલોમીટર જેટલું ઊંડું હતું. શનિવારે આવેલા ભૂકંપની તીવ્રતા 7.2 હતી અને આ ઘટનામાં 300થી વધુ લોકો માર્યા ગયા હતા અને 1800થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અમેરિકાએ હૈતીને મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.

હૈતીમાં કુદરતી આફતોનો કહેર
હૈતી બહુ નાનો દેશ છે. તેની કુલ જનસંખ્યા એક કરોડ 10 લાખ છે. 2010માં અહીં ભૂકંપે તબાહી મચાવી હતી. ત્યારે ત્રણ લાખ જેટલો લોકોની મોત થઈ હતી. ત્યાર બાદ 2016માં મૈથ્યુએ તબાહી મચાવી હતી, જેમાં બે હજાર જેટલા લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત હાલમાં દેશમાં રાજકીય સંકટ પણ ચાલી રહ્યો છે. સાત જુલાઇએ અહીંના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇસની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ અહીંની હાલત ઘણી અસ્થિર છે.

ભૂકંપ પછી દેશમાં ખાવાપીવાથી માંડીને કેટલીક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો સપ્લાય ઓછો થઈ ગયો છે. કેટલીક હોસ્પિટલોમાં પણ મોટાપ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, જેનાથી ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં તકલીફ થઈ રહી છે. હાલ ઇજાગ્રસ્તોને ખુલ્લામાં સૂવડાવી સારવાર કરવામાં આવે છે. કેટલાંક બિલ્ડિંગ પડી ગયાં છે, જેનું કારણે રેસ્ક્યૂ-ઓપરેશન અત્યારસુધી ચાલી રહ્યું છે.

ગઈકાલે પણ આવ્યો હતો ભૂકંપ
કેરેબિયન દેશ હૈતીમાં શનિવારે પણ ભૂકંપના ભયાનક આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીએ શનિવારે જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ ઘટનામાં ઓછામાં ઓછા 304 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 1800થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સાથે જ દેશના પશ્ચિમી વિસ્તારોમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, એ બાદમાં પાછી ખેંચી લેવામાં આવી હતી. વડાપ્રધાન એરિયલ હેનરીએ જણાવ્યું હતું કે ભૂકંપનો ભોગ બનેલા વિસ્તારોને મદદરૂપ બનવા ઉપલબ્ધ તમામ સરકારી સંસાધનોને કામે લગાડવામાં આવ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post