• Home
  • News
  • જંગલોની આગ 2009નો રેકોર્ડ તોડી શકે છે, અર્થવ્યવસ્થાને 31 હજાર કરોડ રૂપિયાથી વધારે નુકસાનનો અંદાજ
post

ઓસ્ટ્રેલિયાને પર્યટન અને ખેતીમાં નુકસાનના કારણે અત્યાર સુધી ઈન્સ્યોરન્સ સેક્ટરને 3500 કરોડનું નુકસાન થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 10:46:25

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ત્રણ મહિનાથી આગ ભીષણ આગ ભડકી રહી છે. દુનિયાભરના ફાયરકર્મીઓ આગ બુઝાવવા માટે ઓસ્ટ્રેલિયાના ત્રણ રાજ્યોમાં ખડેપગે છે. જો કે,ભારે ગરમાવાના કારણે તેમને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી રહી નથી. સાથે રેટિંગ એજન્સી મૂડીજે અંદાજો લગાવ્યો છે કે, જંગલમાં લાગેલી આગના કારણે ઓસ્ટ્રેલિયાને 4.4 અબજ ડોલર(અંદાજે 31 હજાર કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. એટલે કે વર્ષે 2009ની આગનો રેકોર્ડ તૂટી શકે છે. એજન્સીના ઈકોનોમિસ્ટ કૈટરીના એલના જણાવ્યા પ્રમાણે, આગના કારણે ઓસ્ટ્રેલિયાની ઈકોનોમીને ઘણું નુકસાન થઈ શકે છે. અહીંયા પહેલાથી ગ્રાહકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હવે વાયુ પ્રદુષણ અને ટુરિઝમ- ફોર્મિંગ સેક્ટરને સીધા નુકસાનની અસર તેની ઈકોનોમી પર વધારે અસર કરશે.

નવેમ્બરમાં લાગી હતી આગ, બે મહિનાથી બુઝાવવાના પ્રયાસ ચાલું
કૈટરીનાએ કહ્યું કે, હાલ જંગલોની આગ ગરમીના કારણે થોડા દિવસ વધુ રહેશે. એવામાં 2009નીબ્લેક સેટરડેની આગથી થયેલા નુકસાનનો રેકોર્ડ તોડી શકે છે. ત્યારે આગના કારણે કુલ 4.5 લાખ હેક્ટર જમીન બળીને ખાક થઈ ગઈ હતી, કુલ 173 લોકોના મોત થયા હતા અને એક શહેર પુરી રીતે નષ્ટ થઈ ગયું હતું. આનાથી અર્થવ્યવસ્થાને 31 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જો કે, વખત 2 મહિનામાં 84 લાખ હેક્ટર જમીન બળી ચુકી છે, 25 લોકો આગના સંકજામાં આવીને મોતને ભેટ્યા છે. ન્યૂ સાઉત વેલ્સ રાજ્યમાં આવેલા કોબાર્ગો અને મોગો શહેરમાં ભારે નુકસાન થયું છે. ઉપરાંચ વિક્ટોરીયા રાજ્યનું એક શહેર માલાકૂટાને પણ આગના કારણે ભારે નુકસાન થયું છે.

ઉત્પાદ ઓછું થવાના કારણે ગ્રાહકોને નુકસાન
કૈટરીનાના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીમાં હજુ વધારો થશે, કારણ કે જંગલોમાં લાગેલી આગના કારણે લાંબા સમય સુધી દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાશે જેથી ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગોને નુકસાન વેઠવાનો વારો આવશે. કારણ કે હવે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. જેથી હવે ગ્રાહકોને જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે વધારે કિંમત ચુકવવી પડે છે.

જંગલોની આગ અને ધુમાડાના પ્રદુષણના કારણે પર્યટકોની સંખ્યામાં ઘટાડો
ઉપરાંત પર્યટકોના ઘટાડાના કારણે વખતે ટુરિઝમ ઈન્ડસ્ટ્રી પર પણ ખરાબ અસર પડી છે. લાખો જાનવરોના મોત થવાના કારણે હવે તેને ફરી ઊભું કરવામાં કરોડો ડોલરનો ખર્ચ થશે. ધુમાડાના કારણે ફેલાયેલા પ્રદુષણથી અત્યાર સુધી 30% જનસંખ્યાને અસર થઈ છે. આનાથી કામદારની ક્ષમતા પર પણ અસર પડી છે. સરકારે હવે સમસ્યાઓના નિવેડા માટે સ્વાસ્થ્ય સેવા પર વધારે ખર્ચ કરવો પડશે. રસ્તાઓ બંધ કરવા અને ઈન્સ્યોરન્સની કિંમત આપવાના કારણે અર્થવ્યવસ્થા પર ભારણ વધશે. ઓસ્ટ્રેલિયાના ઈન્સ્યોરન્સ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે, સોમવાર સુધી વિમાના 8200 ક્લેમ થઈ ચુક્યા છે. જેમાં પ્રશાસનને 70 કરોડ ડોલર (લગભગ 3500 કરોડ રૂપિયા)ચુકવવા પડશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post