• Home
  • News
  • ઓટો ઈન્ડસ્ટ્રીને ગતિમાં લાવવાના પ્રયાસ:વ્હીકલ સ્ક્રેપેઝ પોલિસીની બજેટમાં જાહેરાત; શું છે મોદી સરકારની નવી વ્હીકલ સ્ક્રેપ પોલિસી, સામાન્ય માણસને શું ફાયદો થશે
post

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં જૂના કારને સ્ક્રેપ કરવાની જાહેરાત કરી છે, તેનાથી પ્રદૂષણ કંટ્રોલ થશે. ઓઈલ આયાત બિલમાં પણ ઘટાડો થશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-01 12:15:39

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં જૂના કારને સ્ક્રેપ કરવાની જાહેરાત કરી છે, તેનાથી પ્રદૂષણ કંટ્રોલ થશે. ઓઈલ આયાત બિલમાં પણ ઘટાડો થશે. ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવશે. ખાનગી માલિકીની કારને 20 વર્ષ પછી આ સેન્ટરમાં જવાનું રહેશે. નાણાં મંત્રીએ કહ્યું કે પર્સનલ વ્હીકલને 20 વર્ષ પછી અને કોમર્શિયલ વાહનોને 15 વર્ષ પછી ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં મોકલવી પડશે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આગામી મહિનેથી ઓટો સેક્ટર માટે સ્ક્રેપ પોલિસી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય ઓટો સેક્ટરને રાહત આપવાનો છે. આ પોલિસી અંતર્ગત તમારી જૂની કાર સ્ક્રેપ સેન્ટરને વેચવી પડશે. જે બાદ એક પ્રમાણ પત્ર મળશે. જેને જોઈને નવી કાર ખરીદનારાઓનું કાર રજિસ્ટ્રેશન નિઃશુલ્ક કરવામાં આવશે. માનવામાં આવે છે કે નિર્ણયથી લગભગ 2.80 કરોડ વાહન સ્ક્રેપ પોલિસી અંતર્ગત આવશે. સાથે જ તેનાથી દેશમાં મોટા પાયે ભંગાર કેન્દ્ર બની જશે. જેનાથી મોટી સંખ્યામાં નવા રોજગારની તક ઊભી થવાની આશા છે. સાથે જ ઓટોમોબાઈલ સેક્ટરને રિસાયકલમાં સસ્તામાં સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક જેવા પાર્ટસ મળી શકશે.

ગત વર્ષે સપ્ટેમ્બર 2020માં ઓટોમેટિવ કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ વાર્ષિક સત્રમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જણાવ્યું હતું કે સ્ક્રેપ પોલિસી અંતિમ તબક્કામાં છે. ત્યારે આ અંગેની જાહેરાત સામાન્ય બજેટમાં કરવામાં આવી છે.

શું છે મોદી સરકારની સ્ક્રેપ પોલિસી
મીડિયા રિપોટ્સ મુજબ કેન્દ્ર સરકાર 15 વર્ષ જૂનાં વાહનોને સડકથી હટાવવા માટે સ્ક્રેપ પોલિસી લાવી રહી છે. તેનો હેતુ 15 વર્ષ જૂની ગાડીઓને પ્રોત્સાહન આપવાનો છે. તે માટે વાહનોના Re-Registration કરવા પર અનેક ઘણો ટેક્સ લેવાનો પ્રસ્તાવ છે.

જૂની કાર ન આપી તો શું થઈ શકે છે
સ્ક્રેપેજ પોલિસીમાં જૂની કારને ફરીથી રજિસ્ટ્રેશન માટે 15,000 રૂપિયા સુધીની ફી લેવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં કોમર્શિયલ ગાડીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટને દર 6 મહિનામાં રિન્યૂ કરવા અને સાથે જ ફિટનેસ સર્ટિફિકેટની ફી પણ અનેક ગણી વધારવાનો પ્રસ્તાવ છે.

શું સામાન્ય માણસને ફાયદો થઈ શકે છે
એક્સપર્ટ્સ જણાવે છે કે ઓટો સ્ક્રેપેઝ પોલિસી લાગુ થયા બાદ જો કોઈ કાર ખરીદે છે અને તેની કિંમત 10 લાખ રૂપિયા છે તો આ કાર પર 30 ટકાની ગણતરીએ લગભગ 3 લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ આપવાની વાત થઈ રહી છે. એવું એટલા માટે કે નવી કાર પોલ્યૂશન ઓછું કરે છે. સાથે જ ઓટો ઈન્ડસ્ટ્રીને પણ તેનાથી સહારો મળશે. ઓટોમોબાઈલ સેક્ટર પણ ઓટો સ્ક્રેપઝ પોલિસીનું સમર્થન કરી રહ્યું છે.

નવી પોલિસીથી વધુ શું ફાયદો?

·         રિપોર્ટ્સ મુજબ સ્ક્રેપઝ પોલિસીને ટૂંક સમયમાં જ કેબિનેટ પાસ કરે તે બાદ તેને લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. મહામારીના સમયમાં સ્ક્રેપેઝ પોલિસી અર્થવ્યવસ્થા માટે સંજીવની જેવું કામ કરશે.

·         વિશેષજ્ઞ અનુસાર જે વાહન સ્ક્રેપમાં જશે તેને બદલે નવા વાહનની ખરીદી પર GST 50થી 100% છૂટ મળવાની શક્યતા છે. જો કે હાલ આ અંગેનો અંતિમ નિર્ણય GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે. નવી નીતિથી સરકારને GSTથી 9600 કરોડ રૂપિયા અને તે બાદ પાંચ વર્ષમાં 4900 કરોડનો લાભ થવાની શક્યતા છે. વિશેષજ્ઞો મુજબ આ જૂનાં વાહન સ્ક્રેપમાં ગયા બાદ વાહન માલિક નવા વાહન ખરીદશે, જે કેન્દ્ર અને રાજ્યોને GSTથી 38,300 કરોડ રૂપિયાનો લાભ થશે.

·         એક રિપોર્ટ મુજબ, જૂનાં વાહન હટવાથી અને નવા વાહન આવવાથી 9,550 કરોડ રૂપિયાની બચતનું અનુમાન છે. આગામી વર્ષથી જ તેનાથી 2400 કરોડ રૂપિયાનું ઈંધણ બચશે. કોઈ વાહનમાં સ્ટીલનો હિસ્સો 50થી 55 ટકા હોય છે. આ વાહનોના સ્ક્રેપથી લગભગ 6,550 કરોડ રૂપિયાની સ્ટીલ સ્ક્રેપ મળી જશે અને આટલો સ્ક્રેપ વિદેશોમાંથી નહીં મંગાવવો પડે.

·         આગામી એક વર્ષમાં જ 1500 કરોડ રૂપિયાનો સ્ટીલ સ્ક્રેપ મળી જશે. હાલ ભંગારના માર્કેટમાં સ્ટીલને કાઢવા માટે સંગઠીત એકમો નથી. સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે ભંગારમાં વાહનોમાંથી એન્જિન કાઢી લેવામાં આવે છે અને તેનો ઉપયોગ બોગસ વાહનો બનાવવામાં કરવામાં આવે છે.

તમારી જૂની કારનું શું થશે?
સ્ક્રેપેઝ પોલિસીમાં 15 વર્ષ જૂની ગાડીઓને સડક પરથી હટાવવાની જોગવાઈ ખતમ કરી દેવામાં આવી છે. પરંતુ એવી ગાડીઓને ચલાવવા માટે દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. આ સાથે જ રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવાની ફીને વધારીને બેથી ત્રણ ગણી કરી દેવાઈ છે. જેનાથી વાહન માલિક જૂની ગાડીઓને વેચીને નવી ગાડી ખરીદવા માટે આકર્ષિત થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post