• Home
  • News
  • વીજળીની માગ અને વાહનોનાં વેચાણોના આંકડા આપણા અર્થતંત્રની તાકાત દર્શાવે છે: ઉદય કોટક
post

અમુક સેક્ટર્સે વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યુ છે. પરંતુ મોટાભાગના સેક્ટરમાં કર્મચારીઓની ઉપસ્થિતિ જરૂરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-01 09:23:35

વીજ માગ અને વાહનોનાં વેચાણોના આંકડા દર્શાવે છે કે, દેશની અર્થવ્યવસ્થામાં સતત સુધારો થઈ રહ્યો છે. જો માગ જૂના સ્તરે પરત ફરી તો તાત્કાલિકપણે પુરવઠો પૂરો પાડવો ઈન્ડસ્ટ્રી માટે પડકારજનક બનશે.

જાણીતા બેન્કર અને ઉદ્યોગ સંગઠન સીઆઈઆઈના અધ્યક્ષ ઉદય કોટકે જણાવ્યુ હતુ કે, રેલવેના ફ્રેટ ટ્રાફિક, પીક પાવર માગના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે. જેમાં એક મોટો સુધારો ઓટોમોબાઈલ સેક્ટરમાં થઈ રહ્યો છે. જ્યાં ઓગસ્ટમાં પેસેન્જર વાહનો અને ટુ વ્હિલર્સના વેચાણો વાર્ષિક ધોરણએ વધવાનો આશાવાદ છે. અમુક સેક્ટર્સે વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યુ છે. પરંતુ મોટાભાગના સેક્ટરમાં કર્મચારીઓની ઉપસ્થિતિ જરૂરી છે.

તેમણે કહ્યું કે, 55 સેક્ટર પર કરવામાં આવેલા સીઆઈઆઈ એસકોન સર્વે અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન 55 ટકા ઉદ્યોગોના 50 ટકાથી વધુ ક્ષમતા સાથે કામ કરવાનો અંદાજ છે. પ્રસ્તાવિત નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન ઈન્ડસ્ટ્રીને વધુ હરીફ બનાવવામાં આવશે. અને પીએલઆઈ યોજનામાં પ્રારંભિક રોકાણને પ્રોત્સાહન મળશે. જે એકંદરે દેશને નવુ મેન્યુફેક્ચરિંગ હબ બનાવી શકે છે. જો કે, તેના માટે સરકાર અને ઉદ્યોગોએ એક સાથે મળી પગલાં લેવા પડશે. ભારતમાં અગાઉથી મોટાપાયે મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યુ છે. જો કે, મેન્યુફેક્ચરિંગ સ્કેલમાં અનેકગણો વધારો થવાની સંભાવના છે.

કંપનીઓ હવે ફિઝિકલથી ડિજિટલ ઓપરેશન તરફ શિફ્ટ થઈ રહી છે
સવાલ: કોરોનાથી શું કોઈ બોધપાઠ શીખવા મળ્યો.
ઉદય કોટક: લૉકડાઉન જરૂરી હતું. લોકોની આજીવિકાને ઘણુ નુકસાન થયુ છે. જેના પરથી શીખવા મળ્યુ છે કે, મહત્વપૂર્ણ સંસાધનોને એવી રીતે ડિઝાઈન કરવા પડશે કે, તેનાથી આજીવિકા સુરક્ષિત રહે અને ચેપનુ જોખમ ઘટે.

સવાલ: શું ઈન્ડસ્ટ્રીએ રણનીતિમાં કોઈ બદલાવ કર્યો છે.
ઉદય કોટક: હા, ઈન્ડસ્ટ્રીઝ પોતાની રણનીતિમાં ફેરફાર કરી રહી છે. મોટાભાગની કંપનીઓ ફિઝિકલમાંથી ડિજિટલ ઓપરેશન તરફ સ્થળાંતરિત થઈ રહી છે.

સવાલ: ઉદ્યોગ જગતની સરકાર પાસે શું અપેક્ષા છે.
ઉદય કોટક: ઈન્ડસ્ટ્રીને સરકાર સાથે એવી પાર્ટનરશિપની આશા છે કે, જેમાં તે ઈન્વેસ્ટમેન્ટ ક્લાયમેન્ટમાં સુધારા માટે ઈન્ડસ્ટ્રીની ભલામણો પર વિશ્વાસ કરી શકે.

સવાલ: ચીનને કેવી રીતે પડકારી શકીએ.
ઉદય કોટક: તેના માટે ઈનપુટ કોસ્ટ અને જમીનની કિંમતમાં ઘટાડો કરવો પડશે. શ્રમિકોને સ્કીલ ટ્રેનિંગ આપી ક્વોલિટી અને ઉપલબ્ધતામાં સુધારાની જરૂર પડશે. ચીનમાંથી આયાત માલ પર આયાત ડ્યુટી વધારવી પણ શ્રેષ્ઠ રણનીતિનો હિસ્સો ગણાશે.

સવાલ: દેશને આત્મનિર્ભર બનાવવામાં કેટલો સમય લાગશે
ઉદય કોટક: તમામ સેક્ટર્સમાં આત્મનિર્ભર બનવુ જરૂરી નથી. પરંતુ અમુક સેક્ટર્સ જેમ કે, ફાર્માસ્યુટીકલ્સ, મેડિકલ ઈક્વિપમેન્ટ, અને સુરક્ષા બાબતે ફોકસ કરવુ જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post