• Home
  • News
  • દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન બન્યા એલન મસ્ક:15.46 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે અર્નોલ્ટને પછાડ્યા; ટૉપ-10માં ભારતના મુકેશ અંબાણીનો પણ સમાવેશ
post

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી જ એકમાત્ર એવા ભારતીય છે, જેઓ બિલિયોનેર્સની ટોપ-10 લિસ્ટમાં સામેલ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-28 19:32:19

ટેસ્લાના ફાઉન્ડર એલન મસ્કે ફ્રાન્સના બર્નાર્ડ અર્નોલ્ટને પછાડીને દુનિયાની સૌથી અમીર વ્યક્તિની પોઝિશન પર ફરી આવી ગયા છે. ટેસ્લાના શેર 5.5% વધીને 207.63 ડોલર પર પહોંચી ગયો છે, જેના કારણે મસ્કની નેટવર્થ વધી ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના પ્રમાણે, મસ્કની કુલ નેટવર્થ 187.1 બિલિયન ડોલર (અંદાજે 15.4 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે.

દુનિયાનાના સૌથી મોટા ફેશન ગ્રુપ લુઇ વિતા મોએટ હેનેસી (LVMH)ના CEO બર્નાર્ડ અર્નોલ્ટની નેટવર્થ 185.3 બિલિયન ડોલર (અંદાજે 15.32 લાખ કરોડ રૂપિયા) છે. અર્નોલ્ટે મસ્કને ડિસેમ્બરના મિડમાં નંબર-1ની પોઝિશનથી હટાવી દીધા હતા. ત્યારથી તેઓ ટોપ પર હતા. અર્નોલ્ટને મોડર્ન લક્ઝરી ફેશન ઇન્ડસ્ટ્રીના ગોડફાધર માનવામાં આવે છે.

આ વર્ષે 90% વધ્યા ટેસ્લાના શેર
આ વર્ષે ટેસ્લાના શેરમાં 90%નો વધારો થયો છે. જાન્યુઆરીમાં શેરની કિંમત 108 ડોલર સુધી નીચે આવી ગયા હતા. અત્યારે આ 207 ડોલર પર છે. સ્ટોક પ્રાઇસ ડાઉન થયા હોવાને કારણે વર્ષની શરૂઆતમાં મસ્કની નેટવર્થ 137 બિલિયન ડોલર (અંદાજે 11.33 લાખ કરોડ રૂપિયા) હતી. ઓક્ટોબર 2022માં થયેલી ટ્વિટર ડીલ પરથી જ મસ્કની નેટવર્થમાં ઘટાડો જોવા મળ્યો હતો. 8 નવેમ્બરે મસ્કની નેટવર્થ 200 બિલિયન ડોલર (16.5 લાખ કરોડ રૂપિયા)થી નીચે આવી ગઈ હતી.

 

2021માં મસ્કની નેટવર્થ 27.95 લાખ કરોડ રૂપિયા હતી
ટેસ્લાના શેર્સમાં તેજી પછી નવેમ્બર 2021માં મસ્ક દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન બન્યા હતા. તેઓ એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસને પછાડીને આ સ્થાને પહોંચ્યા હતા. 5 નવેમ્બર 2021ના રોજ મસ્કની નેટવર્થ 338 બિલિયન ડોલર (અંદાજે 27.95 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ હતી. ત્યારે ટેસ્લાના એક શેરની કિંમત 400 ડોલરથી વધુ હતી.

ટોપ-10માં ભારતના મુકેશ અંબાણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી જ એકમાત્ર એવા ભારતીય છે, જેઓ બિલિયોનેર્સની ટોપ-10 લિસ્ટમાં સામેલ છે. 81.1 બિલિયન ડોલર (6.70 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થની સાથે અંબાણી 10મા નંબરે છે. લિસ્ટમાં ત્રીજા નંબર પર જેફ બેઝોસ, ચોથા પર બિલ ગેટ્સ અને પાંચમા પર વોરેન બફેટ છે. એક સમયે લિસ્ટમાં ત્રીજા નંબર સુધી પહોંચનાર ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણી 37.7 બિલિયન ડોલર (અંદાજે 3.11 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થની સાથે 32મા નંબરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post