• Home
  • News
  • એલન મસ્ક લોકડાઉન છતાં કેલિફોર્નિયા સ્થિત પ્લાન્ટ ફરી શરૂ કરશે
post

ટેસ્લાનુ હેડક્વાર્ટર કેલિફોર્નિયાની બહાર લઈ જવાનો પડકાર પણ આપ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 10:12:13

કેલિફોર્નિયા: ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કને લોકડાઉન બાદ કેલિફોર્નિયા સ્થિત પ્લાન્ટ ફરી શરૂ કરવા જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યુ છે કે, તેઓ ધરપકડ મહોરવા તૈયાર છે. મસ્કે ટ્વિટ કર્યુ છે કે, ટેસ્લા અલ્માડા કાઉન્ટી રૂલ્સની વિરૂદ્ધ પ્રોડ્ક્શન ફરી શરૂ કરવા જઈ રહી છે. અન્ય તમામ લોકોની સાથે તે ત્યાં ઉપસ્થિત રહેશે. જો કોઈની ધરપકડ કરવામાં આવે તો માત્ર મારી જ ધરપકડ થવી જોઈએ. તેમના ટ્વિટ બાદ ટેસ્લા અને સ્થાનિક ઓથોરિટી વચ્ચે વિવાદ સર્જાયો છે. મસ્ક પ્રશાસનના ઘરમાં રહેવાના આદેશની સતત ટીકા કરી રહ્યા છે. અને પ્લાન્ટ શરૂ કરવા માટે મંજૂરી આપવા માગ કરી રહ્યા છે. જો કે, સ્વાસ્થ્ય વિભાગ તેને મંજૂરી આપવાનો ઈનકાર કરી રહ્યા છે. પ્રશાસને જણાવ્યુ છે કે, કોરોના જેવી મહામારી અટકાવવા માટે  લોકડાઉન આવશ્યક છે. આથી ટેસ્લાના પ્લાન્ટ શરૂ કરવા મંજૂરી આપી શકાય નહીં. 


ટેસ્લાનુ હેડક્વાર્ટર કેલિફોર્નિયાની બહાર લઈ જવાનો પડકાર પણ આપ્યો

23 માર્ચથી લોકડાઉન હેઠળ ટેસ્લા કંપનીનો કેલિફોર્નિયા પ્લાન્ટ બંધ છે. આટલુ જ નહીં, એલન પોતાની કંપની ટેસ્લા શરૂ કરવા મંજૂરી ન મળતાં પ્રશાસન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. સાથે  તેઓ પ્રશાસનના પ્રતિબંધોને ખોટા ઠેરવી ટેસ્લાનુ હેડક્વાર્ટર અને પ્લાન્ટને કેલિફોર્નિયાની બહાર લઈ જવાનો પડકાર પણ આપ્યો છે. ટેસ્લાના સાન ફ્રાન્સિસ્કોમાં આશરે 20,000 કર્મચારી છે. કોરોના સંક્રમણ હેઠળ સૌથી વધુ 81,795 મોત અમેરિકામાં થયા છે. 


કર્મચારીને ઈ-મેઈલ દ્વારા કામ પર પરત બોલાવાયા
એલન મસ્કના ટ્વિટ અગાઉ ટેસ્લાના પ્લાન્ટમાં કામ કરતાં વર્કર્સને ઈ-મેઈલ મારફત જણાવ્યુ છે કે, ફ્રેમોન્ટ ફેક્ટરીમાં કામ પરત ફરો. મેઈલમાં દર્શાવવામાં આવ્યુ છે કે, પ્રોડક્શન કર્મચારીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે, તેઓની રજાઓ રવિવારના ખતમ થઈ છે. હવે ક્યારે પરત ફરવુ તેના માટે મેનેજમેન્ટ 24 કલાકમાં તેઓનો સંપર્ક સાધશે. જો કર્મચારી કામ પરત નહીં ફરે તો અનપેઈડ લીવ પર રહેશે. પરંતુ તેઓ નોકરીના લાભ માટે યોગ્ય રહેશે નહીં.

adv

Related News

post
post
post
post
post
post
post