• Home
  • News
  • Entertainer of the Year: 5000 mAh બેટરી અને 6.5” મોટી ડિસ્પ્લે, મળો નવા Galaxy M02ને
post

તમારી યાદોને શાનદાર બનાવવા માટે ગેલેક્સી એમ02 (Samsung Galaxy M02) ડબલ કેમેરા સાથે આવે છે. આ ફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા છે. તો ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો પણ આપવામાં આવ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-23 09:38:27

નવી દિલ્હીઃ માર્કેટમાં દરરોજ નવા અને અપગ્રેડેડ સ્માર્ટફોન મોડલ દરરોજ આવતા હોય છે, જેનાથી યૂઝર્સની પસંદગી બગડે છે. આ પેન્ડેમિકના સમયમાં બધા લોકો ઓનલાઇન હતા, ત્યારબાદ સારા ડિજિટલ ટૂલ્સની જરૂરીયાત વધી રહી છે. મોટી સ્ક્રીન અને લાંબી બેટરી જરૂરી બની છે. એટલે અમે તમને કહી રહ્યાં છીએ કે આ નવા સ્માર્ટફોન ઓછી કિંમતમાં તમારા માટે છે. આગળ વાંચો..

મેગા એન્ટરટેઈનર (The Mega Entertainer)
અમે સેમસંગ એમ02 (Samsung Galaxy M02) પ્રસ્તુત કરીએ છીએ, જે દમદાર બેટરીથી સજ્જ ફોન છે. તે તમને સસ્તી કિંમતમાં મનોરંજન આપશે. આ 2020માં લોન્ચ થયેલા ગેલેસ્કી એમ01નું અપગ્રેડેડ વર્ઝન છે. 6.5-ઇંચની એચડી+ ઇન્ફિનિટીવી ડિસ્પ્લે અને 720x1600 પિક્સેલ્સ રિઝોલ્યુશન સાથે, તમે તમારા હાથની હથેળીમાં જ એક શક્તિશાળી દ્રશ્યના અનુભવનો આનંદ લઈ શકો છો. તેની 5000 એમએએચની બેટરી અવિરત મંનોરંજનની ખાતરી આપે છે. જ્યારે તમે મુસાફરી કરી રહ્યાં હોય અથવા તમારે ઝડપી ફ્રેશ થવાની જરૂર હોય તમે Galaxy M02 પર તમારી પસંદગીની ફિલ્મ અને વીડિયો તથા શો જોઈ શકો છો.

આ રીતે યાદોને બનાવે છે શાનદાર (Capturing Moments)
તમારી યાદોને શાનદાર બનાવવા માટે ગેલેક્સી એમ02 ડબલ કેમેરા સાથે આવે છે. આ ફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા છે. તો ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો પણ આપવામાં આવ્યો છે.

અન્ય ફીચર્સ (Other Discerning Features)
ડ્યુઅલ-સિમ (નેનો) સેમસંગ ગેલેક્સી એમ 02 એન્ડ્રોઇડ 10 પર ચાલે છે. તેનું દમદાર પ્રોસેસર દમદાર ગેમિંગનો અનુભવ આપે છે. આકર્ષક ડિઝાઇન સાથે ફોન 4 કલરમાં આવે છે. જેમાં બ્લેક, બ્લૂ, ગ્રે અને રેડ છે. ફોન એટ્રેક્ટિવ હેઝ અને એલેગેન્ટ મેટ ફિનિશ સાથે આવશે.

સેમસંગ ગેલેક્સી એમ02માં 32 જીબી સ્ટોરેજ અને ક્વાડ-કોર મીડિયાટેક એમટી 6739 એસઓસી સાથે 3 જીબી રેમ આવે છે. તો મેમરી કાર્ડ દ્વારા તેનું સ્ટોરેજ 1ટીબી સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4 જી એલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ અને જીપીએસ છે.

પૈસાની કિંમત (Value for Money)
સેમસંગ Galaxy M02 દમદાર ફીચર્સની સાથે ઉપલબ્ધ છે. તેના 2GB+32GB વેરિયન્ટની કિંમત 6999 રૂપિયા અને 3GB+32GB વેરિયન્સની કિંમત 7499 રુપિયા છે. 9 ફેબ્રુઆરીથી આ ફોન એમેઝોન અને સેમસંગ. કોમ પર ઉપલબ્ધ થઈ ગયો છે. તો થોડા સમયમાં સેમસંગના સ્ટોર પર પણ ઉપલબ્ધ છે.

ફોનની મોટી સ્ક્રીન, દમદાર બેટરી તમને રિમોટ વર્કિંગ, વીડિયો કોલ્સ, ઓનલાઇન ક્લાસ અને મૂવી જોવા માટે વરદાન રૂપ છે. હવે પાવરફુલ સ્માર્ટફોનના માલિક બનવું દૂરનું સ્વપ્ન નથી. સેમસંગ ભારતમાં ગૌરવપૂર્ણ 25 વર્ષ પૂરા કરે છે. તે બ્રાન્ડ ભારતીય બજારને સમજે છે અને ડિજિટલ ભારતને આગળ ધપાવવામાં સુકાન પર રહેવાની ઈચ્છા રાખે છે. સેમસંગ તમને વાસ્તવિક સ્પર્ધાત્મક ભાવે ગુણવત્તાની ખાતરી આપી શકે છે.