• Home
  • News
  • યુરોપમાં ફરી ઘેરાયું ચીન:હંગેરીમાં ચીની યુનિવર્સિટી બનાવવાના વિરોધમાં વિદ્યાર્થીઓ સહિત હજારો લોકો રસ્તાઓ પર ઊતર્યા; બંને દેશોના સંબંધો તોડવાની માગ
post

ચીને આરોપ લગાવ્યો છે કે કેટલાક હંગેરિયન નેતાઓ બંને દેશો વચ્ચેના સંબંધને બગાડવા માગે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-07 11:59:30

હંગેરીમાં ચીનની ફુદાન યુનિવર્સિટીના કેમ્પસના નિર્માણ સામે વિરોધ શરૂ થયો છે. લોકોનો આક્ષેપ છે કે હંગેરીની સરકાર રાજધાની બુડાપેસ્ટમાં આ કેમ્પસ ખોલવા માટે ચીનના દબાણ હેઠળ મંજૂરી આપવામાં આવી હતી. એનો વિરોધ કરનારાઓનો દાવો છે કે જો દેશમાં ચીની યુનિવર્સિટીનું કેમ્પસ ખોલવામાં આવે તો એ સામ્યવાદી વિચારધારાને પ્રોત્સાહિત કરશે અને સામ્યવાદીઓનું વર્ચસ્વ રહેશે.

એક મહિનામાં બીજી વખત છે, જ્યારે ચીનને યુરોપમાં વિરોધનો સામનો કરવો પડ્યો છે. આ પહેલાં લિથુઆનિયાએ ચીનના 17+1 સંગઠને અલગ થવાનો નિર્ણય લીધો છે. લિથુઆનિયાએ બાકીના દેશોને પણ આવી જ અપીલ કરી હતી. લિથુઆનિયા સરકારે કહ્યું હતું- ચીન ભાગલા પાડવાની નીતિ અપનાવી રહ્યું છે.

હંગેરીમાં શું થયું
હંગેરી સરકારે રાજધાની બુડાપેસ્ટમાં ચીનની ફુદાન યુનિવર્સિટીનું કેમ્પસ ખોલવાની મંજૂરી આપી હતી. એનું કામ પણ શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન વિકટર ઓરબને એને શિક્ષણમાં સુધારા માટે જરૂરી નિર્ણય ગણાવ્યો છે. વિકટરને ચીનનો નજીકના માનવામાં આવે છે. પહેલાં એનો થોડો વિરોધ થયો હતો, હવે હજારો લોકો રસ્તાઓ પર ઊતરી ગયા છે. CNN સાથેની વાતચીતમાં 22 વર્ષીય વિદ્યાર્થી પેટ્રિકે કહ્યું- આપણી સરકાર રાજદ્રોહ કરી રહી છે. તેના આ પગલાથી આપણા શિક્ષણની ગુણવત્તા બગડશે અને એની સીધી અસર આખા યુરોપિયન યુનિયન પર પડશે. હું ઈચ્છું છું કે અમારી સરકાર ચીન સાથે સંબંધ જ ન રાખે.

આપણી યુનિવર્સિટીને જ વધુ સારી બનાવવામાં આવે
પેટ્રિક કહે છે, જે ભંડોળ ચીની યુનિવર્સિટીને તૈયાર કરવા માટે ખર્ચ કરવામાં આવી રહ્યું છે, જો એ આપણી યુનિવર્સિટીઓની સુધારણા પાછળ કરવામાં આવે તો એનો દેશ અને યુરોપિયન યુનિયનને ફાયદો થશે.

વધુ એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે- જે જગ્યા યુનિવર્સિટી માટે આપવામાં આવી છે ત્યાં અમારે માટે હોસ્ટેલ બનવાની હતી. અમારા માટે રહેવાલાયક જગ્યાને ચીન જેવી વિદેશી શક્તિને કેમ આપવામાં આવી છે. ચીનમાં સરમુખત્યારશાહી હોય શકે છે, એ અહીં શક્ય નથી. ખાસ વાત એ છે કે બુડાપેસ્ટના મેયર પણ સરકારનો વિરોધ કરી રહ્યા છે અને તેમણે વિરોધીઓ સાથે તેમની કૂચમાં પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું- અમારી સરકાર અહીં ચીનની સરમુખત્યારશાહી લાવવા માગે છે, અમે આ ક્યારેય થવા દઈશું નહીં.

સરકાર તેને રાજકીય દાવપેચ ગણાવી રહી છે
એપ્રિલના પ્રથમ સપ્તાહમાં હંગરી સરકારે બુડાપેસ્ટના બહારના વિસ્તારોમાં ફુદાન યુનિવર્સિટીનું કેમ્પસ ખોલવાની મંજૂરી આપી. અહીં એની મંજૂરી મળી અને ત્યાં કામ પણ શરૂ થઈ ગયું, એટલે કે પહેલેથી જ ઘણું બધું થઈ રહ્યું હતું. સરકારનું કહેવું છે કે ફુદાન એક વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી છે અને એનાથી શિક્ષણના સ્તરમાં સુધારો થશે. વિરોધ પછી સરકાર એને નિરર્થક અને રાજકીય દાવપેચ ગણાવી રહી છે.

દલાઇ લામા અને ઉઇગર મુસ્લિમોનો મુદ્દો પણ ઊઠ્યો
ચીન માટેના આ પ્રદર્શનમાં મુશ્કેલીનું બીજું એક કારણ પણ છે. પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો પાસે બેનરો પણ સાથે હતાં. આમાં દલાઈ લામા અને શિનજિયાંગ પ્રાંતના ઉઇગુર મુસ્લિમો સામેની હિંસાનોઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ચીન આ બંને મુદ્દાઓ પર બચાવની સ્થિતિમાં છે. બુડાપેસ્ટના મેયર જર્ગેલી કાર્કોનીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે શહેરની બે શેરીને દલાઈ લામા અને ઉઇગુર મુસ્લિમોના શહીદોનાં નામ આપવામાં આવશે.

ચીને આરોપ લગાવ્યો છે કે કેટલાક હંગેરિયન નેતાઓ લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારનાં કાર્યો કરી રહ્યા છે અને આ લોકો બંને દેશો વચ્ચેના સંબંધોને બગાડવા માગે છે. હંગેરિયન સરકારનું ચીનતરફી વલણ એટલું છે કે ગયા અઠવાડિયે જ્યારે હોંગકોંગના મુદ્દે યુરોપિયન યુનિયન ચીન સામે નિંદા પ્રસ્તાવ લાવવા માગતું હતું ત્યારે હંગેરિયન સરકારે એનો વિરોધ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post