• Home
  • News
  • કોરોનાથી ચીનમાં ફેબ્રિક્સનો ધંધો બંધ, અમદાવાદના વેપારીઓને 1500 કરોડનો લાભ
post

ગાંધીનગરમાં યોજાનારા એકસ્પોમાં 3500 કરોડનો વેપાર થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 09:22:53

અમદાવાદ: મસ્કતી મહાજન મહત્ત્વકાંક્ષી ફેબેક્સા એક્ઝિબિશનનું આયોજન કરી રહ્યું છે. એક્ઝિબિશનમાં અંદાજે રૂ. 3500 કરોડનો વેપાર થવાની અપેક્ષા છે. અમદાવાદની 65 જેટલી બ્રાન્ડસ તેમાં ભાગ લેશે. ચીનમાં કોરોનાને લીધે પ્રોડકશન બંધ હોવાથી તેનો ફાયદો ફેબેક્સામાં ભાગ લઇ રહેલા વેપારીઓને મળવા લાગ્યો છે. ચીન તેનું ફેબ્રિક બાંગ્લાદેશમાં મોકલી ત્યાંથી ભારતમાં ઠાલવતું હોવાથી સ્થાનિક વેપારીઓને નુકસાન પહોંચતું હતું.


મહાજને દેશના મોટા શહેરના 1700થી વધુ વેપારીઓને એર ટિકિટ આપીને આમંત્રિત કર્યા
ફેબેક્સાના કન્વીનર બાબુલાલ સોનેગ્રાએ જણાવ્યું હતું કે, ચાઇના ફેબ્રિક બંધ થવાથી રૂ. 1000થી 1500 કરોડના વધારાના સોદા ફેબેક્સામાં વેપારીઓ કરી શકશે. મહાજને દેશના મોટા શહેરના 1700થી વધુ વેપારીઓને એર ટિકિટ આપીને આમંત્રિત કર્યા છે. ચીનથી નિકાસ બંધ થતાં ફેબેક્સામાં ખરીદી માટે દુબઈ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, બાંગ્લાદેશના એજન્ટોને આમંત્રણ અપાયું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post