• Home
  • News
  • આસ્થાનો બૂસ્ટર ડૉઝ:કોરોના પ્રોટોકોલની કડકાઈ છતાં ચારધામ યાત્રાનો ઉત્સાહ ચરમસીમાએ, ગેસ્ટ હાઉસોમાં જ રૂ. 3 કરોડનું બુકિંગ
post

કેદારનાથ હેલિકોપ્ટર સેવાના 5 દિવસમાં 8762 ટિકિટ વેચાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-12 12:42:03

ઉત્તરાખંડમાં આવતા મહિનાથી શરૂ થતી ચારધામ યાત્રાને લઈને ઉત્સાહ દેખાવા માંડ્યો છે. ગયા વર્ષે કોરોના સંકટના કારણે આ યાત્રા રદ કરાઈ હતી. આ વખતે કોરોના પ્રોટોકોલ કડક છે. આમ છતાં, એડવાન્સ બુકિંગમાં જોરદાર ઊછાળો નોંધાઈ રહ્યો છે. ચાર ધામોના કપાટ 17 મેના રોજ ખૂલવાના શરૂ થશે અને ગઢવાલ મંડલ વિકાસ નિગમ હાલ રૂ. ત્રણ કરોડનું એડવાન્સ બુકિંગ કરી ચૂક્યું છે. બીજી તરફ, પાંચ દિવસમાં કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8762 ટિકિટ વેચાઈ ચૂકી છે. પ્રવાસન વિભાગના ડિરેક્ટર જનરલ મેનેજર જિતેન્દ્ર કુમારે કહ્યું કે, 2019માં ધાર્મિક યાત્રિકોના બુકિંગમાં ગઢવાલ મંડલ વિકાસ નિગમને રૂ. 10 કરોડથી વધુની આવક થઈ હતી. જોકે, પછીના વર્ષે આ આવક શૂન્ય થઈ ગઈ. હવે એડવાન્સ બુકિંગને જોતા આશા છે કે, આ વર્ષ પ્રવાસન માટે સારું રહેશે. દર વર્ષે ઉત્તરાખંડમાં આશરે 4 કરોડ પ્રવાસી આવે છે, જેમાં 60 લાખ શ્રદ્ધાળુઓ હોય છે.

શ્રદ્ધાળુઓના ટેસ્ટ કર્યા પછી જ રાજ્યમાં પ્રવેશ મળશે
ચારધામ યાત્રામાં બહારના રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓને કોવિડ નેગેટિવ તપાસ રિપોર્ટ કે વેક્સિનેશન પ્રમાણપત્ર સાથે રાખવું પડશે. ગયા વ્રષે પણ સીમિત સંખ્યા અને કોવિડ નેગેવિટ રિપોર્ટના આધારે જ ચારધામ યાત્રામાં આવવાની મંજૂરી હતી.

ક્યારે ખૂલશે ચારધામના કપાટ?

·         ગંગોત્રી 14 મે

·         યમુનોત્રી 14 મે

·         કેદારનાથ 17 મે

·         બદ્રીનાથ 18 મે

 

adv

Related News

post
post
post
post
post
post
post