• Home
  • News
  • ઘટી ગયા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ, આ છે લેટેસ્ટ પ્રાઈઝ
post

એક મહિનામાં સિંગતેલમાં 160 રૂપિયા અને કપાસિયા તેલમાં 95 રૂપિયાનો ઘટાડો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-29 11:28:29

રાજકોટ :લાંબા સમયથી સતત વધારા બાદ આખરે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલ, કપાસિયા તેલ, પામોલિન અને સનફ્લાવર તેલના ભાવમાં લાંબા સમય બાદ ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સાઉથની મગફળીની પડતર કિંમત ઓછી આવતા સિંગતેલના ભાવ ઘટ્યા છે. 

કપાસિયા અને સિંગતેલના ભાવ ઘટ્યા
સાઉથના વેપારીઓ દર વર્ષે મગફળીની ખરીદી કરે છે, પરંતુ તેના બદલે આ વર્ષે મગફળી સૌરાષ્ટ્રમાં વેચવા મૂકી છે. જેના કારણે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલના ડબાનો ભાવ ઘટીને 2360 રૂપિયાએ પહોંચ્યો છે. એક મહિનામાં ડબે રૂપિયા 160 નો ઘટાડો થયો છે. તો બીજી તરફ, કપાસિયા તેલનો ડબો 2275 રૂપિયાએ પહોંચ્યો છે. એક મહિનામાં કપાસિયા તેલના ડબ્બામાં 95 રૂપિયાનો ઘટાડો થયો છે. 

પામોલિન અને સનફ્લાર ઓઈલ પણ સસ્તુ થયું 
તો બીજી તરફ, પામોલિન તેલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. એક ડબ્બાનો ભાવ 1825 રૂપિયા થયો છે. પામોલિન તેલમાં ડબે રૂપિયા 225 નો ઘટાડો થયો છે. તો આ સાથે જ સનફ્લાવર તેલમાં પણ ધરખમ ઘટાડો આવ્યો છે. સનફ્લાવર તેલના ડબ્બાનો ભાવ 2200 રૂપિયાનો થયો છે. સનફ્લાવર તેલમાં ભાવમાં ડબે રૂપિયા 340 નો ઘટાડો થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post