• Home
  • News
  • FATFએ કહ્યું- લશ્કર-જૈશ જેવા આતંકવાદી સંગઠનોને ફંન્ડિંગ અટકાવામાં પાકિસ્તાન નિષ્ફળ, ગ્રે લિસ્ટમાં રહેશે
post

પાકિસ્તાને FATFની બ્લેકલિસ્ટથી બચવા માટે દેખાવ પૂરતા નજીવા પગલાં ભર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 11:34:34

વોશિંગ્ટન: ગ્લોબલ ટેરર ફાયનાન્સિંગ પર નજર રાખનારી સંસ્થા ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ કહ્યું છે કે પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઈબા જેવા આતંકવાદી સંગઠનોના ફંન્ડિંગને અટકાવવામાં નિષ્ફળ રહ્યું છે. FATFએ નિર્ણય કર્યો છે કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જાળવી રાખવામાં આવશે.

આ અગાઉ બુધવારે એક અમેરિકાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન હજુ પણ આતંકવાદીઓ માટે સુરક્ષિત સ્થાન બની રહ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને આતંકવાદીઓને ફંન્ડિંગ અટકવવા માટેનો ફક્ત દેખાવ કરવા ખૂબ જ મામૂલી પગલાં ભર્યા છે. તેમા કહેવામાં આવ્યુ છે કે ભારતમાં પુલવામાં હુમલા બાદ પાકિસ્તાન ગભરાયુ હતું અને ભારતમાં મોટા હુમલા કરવાથી દૂર રહે છે.

પાકિસ્તાને દેખાવ પૂરતી કાર્યવાહી કરીઃ અમેરિકાનો અહેવાલ
અમેરિકાના વિદેશ વિભાગ તરફથી આતંકવાદ અંગે વાર્ષિક અહેવાલ-2019 જારી કરવામાં આવ્યો છે. તેમા એમ પણ કહેવામાં આવ્યું કે પાકિસ્તાને ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના પ્લાન અંગે કેટલાક પગલા વધારવામાં આવ્યા. જોકે, તમામ વચન પૂરા કર્યા નથી. પાકિસ્તાને કેટલાક આતંકવાદી જૂથો સામે સામાન્ય કાર્યવાહી કરી છે. તેમા લશ્કર-એ-તોઈબા (LET)ના સ્થાપક હાફિઝ સઈદ પણ છે. પાકિસ્તાન હજુ પણ પ્રાદેશિક આતંકવાદનો અડ્ડો બની ગયો છે.

મોટા આતંકવાદીઓ સામે કાર્યવાહી નહીં
પાકિસ્તાનના અનય આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહર અને વર્ષ 2008માં મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ સાજીદ મીર પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. UNએ પણ મસૂદને આતંકવાદી જાહેર કર્યો છે. પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનને ટાર્ગેટ કરનાર અફઘાની તાલિબાની, હક્કાની નેટવર્ક અને ભારતને ટાર્ગેટ કરનાર લશ્કર-એ-તોઈબા તથા જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો છે. આ તમામ આતંકવાદી સંગઠન અહીંથી તેમના નેટવર્ક ચલાવે છે.

FATFના એક્શન પ્લાન પર કોઈ કાર્યવાહી નહીં
જૂન, 2008માં FATFએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખ્યુ હતું. આ સાથે આતંકવાદીઓના ફન્ડિંગ અટકાવવા માટે પાકિસ્તાનને એક એક્શન પ્લાન આપવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર,2019 સુધી એક્શન પ્લાન પર કામ કરવાનું હતું. ઓક્ટોબર,2019માં FATFએ સમીક્ષા કરી તો ગંભીર ખામી સામે આવી હતી. FATFએ બ્લેકલિસ્ટમાં નાખવાની ચેતવણી બાદ ફેબ્રુઆરી,2020 સુધીનો સમય આપ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post