• Home
  • News
  • મૂસેવાલાને મારનાર ગેંગના ખૂંખાર લીડરને જ હવે જેલમાં પોલીસ એકાઉન્ટરનો ડર : કોર્ટ પાસે માંગી મદદ
post

આ અગાઉ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલે પટિયાલા કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-31 18:55:34

નવી દિલ્હી: સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના કનાડા બેસ્ડ સાથી ગોલ્ડી બરારે લીધી હતી. આ હત્યાકાંડ બાદ પોલીસે અનેક સ્થળો પર દરોડા પાડી ઝડપી કાર્યવાહી કરી છે. તેનાથી તિહાડ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈને ડર સતાવી રહ્યો છે. ગેંગસ્ટર આ વાતની આશંકાથી ભયભીત છે કે, પોલીસ તેનું એનકાઉન્ટર કરી શકે છે. લોરેન્સે પટિયાલા કોર્ટ બાદ હવે દિલ્હી હાઈકોર્ટની મદદ માંગી છે. તેમણે તેમની સુરક્ષામાં વધારો કરવા માટે પટિયાલા કોર્ટને અરજી કરી હતી.  

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા દાખલ કરવામાં આવેલ સુરક્ષા અરજી પર દિલ્હી હાઈકોર્ટ કાલે સુનાવણી કરી શકે છે. લોરેન્સના વકીલ વિશાલ ચોપરાએ કાર્યવાહક ચીફ જસ્ટિસ વિપિન સાંઘીની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ આ મામલાની તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, લોરેન્સની કસ્ટડી પંજાબ અથવા બીજા રાજ્યની પોલીસને આપવામાં ન આવે. જેલમાં પણ બીજા રાજ્યની પોલીસ પૂછપરછ કરી શકે છે અથવા વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ થઈ શકે છે.

આ અગાઉ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલે પટિયાલા કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. અરજીમાં વકીલે લોરેન્સની સુરક્ષા વધારવાની માગ કરી હતી. કહેવામાં આવ્યું હતું કે, જેલમાં લોરેન્સ બિશ્નોઈના જીવને જોખમ છે. વકીલે કહ્યું હતું કે, એવો ડર છે કે, પંજાબ પોલીસ જેલમાં લોરેન્સનું એનકાઉન્ટર કરી શકે છે અથવા વિરોધી ગેંગ લોરેન્સ પર હુમલો કરી શકે છે એટલા માટે તેમની સુરક્ષા વધારવી જોઈએ. 

 

adv

Related News

post
post
post
post
post
post
post