• Home
  • News
  • છૂટછાટના પહેલા જ દિવસે રાજકોટના દાણીપીઠ વિસ્તારમાં પગ મૂકવાની જગ્યા પણ નથી!
post

રાજકોટના દાણીપીઠ વિસ્તારની તસવીર

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 10:49:19

રાજકોટ: લૉકડાઉનની રાહતના પ્રથમ દિવસે જ રાજકોટવાસીઓ ઘરની બહાર નીકળી ગયા હતા, શહેરના અતિગીચ ગણાતા દાણાપીઠમાં તો પગ મૂકવાની જગ્યા જાણે નહોતી, રાહાદરીઓ, વાહનચાલકો અને દુકાનોની બહાર મૂકવામાં આવેલી વસ્તુને કારણે ચક્કાજામ થઇ ગયો હતો, અંદર ઘૂસેલા વ્યક્તિને બહાર નીકળવામાં અડધો કલાક લાગતો હતો, સરકારે રાહત જાહેર કરતાં જ જાણે ફરીથી ઘરમાં પુરાઇ જવાના દિવસો આવશે અને આ દાણાપીઠમાં આ જીવન હવે ક્યારેય જવાનો મોકો જ નહી મળે તેમ લોકો ત્યાં ઉમટ્યા હતા, આવા દ્રશ્યો શહેરની તમામ બજારોમાં જોવા મળતા હતા. અત્યંત ચેપી કોરોના વાઇરસથી લોકોને બચાવવા સરકારે બે મહિના સુધી લૉકડાઉન કર્યું હતું અને હજુપણ લૉકડાઉન4 ચાલી રહ્યું છે પરંતુ લોકોમાં  આ વાતની કદાચ ગંભીરતા જોવા મળતી નહોતી, કામ સિવાય બહાર નીકળવું આજે પણ જીવલેણ જ છે આ વાત જેટલી ઝડપથી સમજશું તેટલું આપણે પોતાને તથા પરિવારજનોને સલામત રાખી શકીશું.

adv

Related News

post
post
post
post
post
post
post