• Home
  • News
  • અમેરિકામાં કોરોનાના ડરની વચ્ચે લોકો સાઇકલ ખરીદી રહ્યા છે, વેચાણ એક મહિનામાં 600 ગણું વધ્યું, દેશમાં સાઇકલોની અછત
post

પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવાથી બચવા અમેરિકનો સાઈકલ-બાઈક ખરીદી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 10:06:19

વોશિંગ્ટન: કોરોના વાઇરસને કારણે સમગ્ર દુનિયા આશરે બે મહિનાથી ઘરોમાં કેદ થઇ ગઇ. હવે જિંદગી ફરી પાટે ચઢવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે વિશ્વ સંપૂર્ણપણે બદલાઇ ચૂક્યું છે. અમેરિકામાં જાહેર પરિવહનનો ઉપયોગ ઓછો કરવા માટે લોકો હવે સાઇકલ તરફ વળી રહ્યા છે. તેમની ચિંતા પોતાને એક ફૂટ દૂર રાખવાની તો છે જ સાથે ભીડ અને પોતાને સંક્રમણથી બચાવવાની પણ છે. સ્થિતિ તો એવી થઇ ગઇ છે કે દેશમાં સાઇકલોની અછત સર્જાઇ છે. બે મહિના પહેલાં જે સ્ટોર્સમાં સાઇકલો ધૂળ ખાતી હતી તે હવે ખાલી પડી છે. ગ્રાહકોને હવે લાંબા રાહ જોવી પડી રહી છે.  બ્રુકલિનમાં તો સાઇકલનું વેચાણ 600 ટકા સુધી વધી ગયું છે. મોટા ભાગની દુકાનો પહેલાથી ત્રણ ગણી વધુ સાઇકલ-બાઇક વેચી ચૂકી છે. સાથે ગ્રાહકોનું લાંબુ વેઇટિંગ લિસ્ટ છે. ફિનિક્સ, સિએટલમાં વેચાણ ત્રણ ગણું વધ્યું છે.  વોશિંગ્ટન ડીસીના એક રિટેલરે જણાવ્યું કે એપ્રિલ સુધી તો સ્ટોરની તમામ સાઇકલ વેચાઇ ચૂકી હતી.


ઇલેક્ટ્રેનિક્સ બાઇકનું વેચાણ 85 ટકા વધ્યું
માર્કેટ રિસર્ચ ફર્મ એનપીડી ગ્રૂપ મુજબ માર્ચમાં સાઇકલનું વેચાણ વધ્યું છે, રિપેરિંગ અને ઇક્વિપમેન્ટનું વેચાણ પણ ડબલ થઇ ગયું છે. ફિટનેસ બાઇકનું વેચણ 66 ટકા, લેઝર બાઇકનું વેચાણ 121 ટકા, ઇલેક્ટ્રેનિક્સ બાઇકનું વેચાણ 85 ટકા અને બાળકોની સાઇકલોનું વેચાણ 59 ટકા સુધી વધી ગયું છે. કોરોનાને કારણે ગ્લોબલ સપ્લાય ચેન પર પણ અસર થઇ છે. તેથી ડિમાન્ડ વધતા અમેરિકા સાઇકલોની ગંભીર અછતનો સામનો કરી રહ્યું છે.બ્રિટન, ફ્રાન્સમાં કારોના પ્રભુત્વને સાઇકલોથી પડકાર: બ્રિટન અને ફ્રાન્સમાં પણ સાઇકલોનું વેચાણ વધ્યું છે. નિષ્ણાતો મુજબ ઘણા દાયકા પછી પહેલી વાર કારોના પ્રભુત્વને સાઇકલથી પડકાર મળી રહ્યો છે.


ઘણી જગ્યાએ કાર માટે માર્ગ બંધ, માત્ર પગપાળા કે સાઇકલને છૂટ
ઘણાં રાજ્યોએ ભીડ ઓછી કરવા માટે મહત્વના નિર્ણય લીધા છે. ન્યૂયોર્કે 322 કિમી રોડ માત્ર પગપાળા અને સાઇકલના યાત્રીઓ માટે રાખ્યા છે. ઓકલેન્ડમાં 10 ટકા માર્ગો પર માત્ર સાઇકલસવાર જ જઇ શકશે. સિએટલમાં 33 કિમીનો રસ્તો પગપાળા કે સાઇકલસવારો માટે રિઝર્વ છે. ન્યૂયોર્ક અને સિએટલ આ નિર્ણયને કાયમ માટે લાગુ કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post