• Home
  • News
  • બાંગ્લાદેશમાં ભીષણ આગ:વિશ્વની સૌથી મોટી રોહિંગ્યા વસતિમાં હજારો રહેઠાણો સળગી ગયાં, 15 લોકોનાં મોત, 400થી વધારે ગુમ થયા
post

વર્ષ 2017માં મ્યાનમારથી ભાગીને આવેલા દસ લાખથી વધારે રોહિંગ્યા શરણાર્થી કોક્સબજાર અને આજુબાજુના વિસ્તારોમાં શિબિરોમાં રહે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-24 11:16:53

બાંગ્લાદેશમાં સોમવારે મોડી રાત્રે વિશ્વની સૌથી મોટી રોહિંગ્યા મુસલમાનોની વસતિમાં અચાનક આગ લાગવાને લીધે હજારો લોકોના હંગામી રહેઠાણો સળગીને નાશ પામ્યાં છે. કોક્સ બજાર વિસ્તારમાં બનેલી બાલૂખાલી શિબિરમાં આ આગ લાગી હતી,જે થોડા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 400થી વધારે લોકો ગુમ થયા છે.

પ્લાસ્ટિક શીટથી બનેલા હતા શરણાર્થી શિબિર
શરણાર્થી શિબિરમાં હંગામી રહેઠાણ ટેંટ, પ્લાસ્ટિક શીટ અને મોટી પોલિથીન શીટથી બનેલા હતા. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કોક્સ બજારમાં સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીના પ્રવક્તા લુઈસ ડોનોવાને જણાવ્યું છે કે આ ઘટનાની જાણ મળતા જ બચાવ દળ સક્રિય થઈ ગયું હતું અને તેમણે મોટી જાનહાનિને ટાળી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં અનેક શરણાર્થિઓ સળગીને મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે.

વિશ્વની સૌથી મોટી શરણાર્થી વસાહત છે
સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં વિશ્વની સૌથી મોટી શરણાર્થી વસ્તીમાં હજારો રોહિંગ્યાઓના ઘર આગ લાગવાથી તબાહ થઈ ગયા છે. વર્ષ 2017માં મ્યાનમારથી ભાગીને આવેલા દસ લાખથી વધારે રોહિંગ્યા શરણાર્થી કોક્સ બજાર તથા આજુબાજુના વિસ્તારોમાં શિબિરોમાં રહે છે. સંયુક્ત રાષ્ટ્ર તથા મુસ્લિમ દેશો તેમને મદદ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post