• Home
  • News
  • મથુરાની જન્મભૂમિ વિવાદમાં નવો કેસ:ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં શ્રીકૃષ્ણ વિરાજમાન તરફથી કેસ દાખલ; અરજીમાં કહ્યું- જ્યાં મસ્જિદ છે એ કૃષ્ણનું જન્મસ્થળ છે
post

કોર્ટે બે કલાક વકીલની દલીલ સાંભળી, કેસમાં હવે પછીની સુનાવણી 16 ઓક્ટોબરના રોજ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-13 10:58:16

ઉત્તરપ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરનો કેસ ફરી એક વખત કોર્ટમાં પહોંચ્યો છે. સોમવારે શ્રીકૃષ્ણ વિરાજમાન તરફથી જિલ્લા અદાલતમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, એમાં 13.37 એકર જમીન પર દાવો કરતાં માલિકી હક માગવામાં આવ્યો છે. આ સાથે શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની પણ માગ કરવામાં આવી છે. કોર્ટમાં વકીલ હરિશંકર જૈન અને વિષ્ણુ જૈને આશરે બે કલાક દલીલ રજૂ કરી હતી. ત્યાર બાદ કોર્ટે હવે પછીની સુનાવણી માટે 16 ઓક્ટોરની તારીખ નક્કી કરી છે.

ડિસ્ટ્રિક્ટ કોર્ટે માહિતીને ધ્યાનમાં લીધી
વકીલ હરિશંકર જૈને કહ્યું હતું કે કોર્ટે દરેક બાબતને સાંભળી છે અને સમજ્યા છે. 16 ઓક્ટોબરના રોજ આ કેસમાં હવે પછીની સુનાવણી થશે. વર્ષ 1968માં જે સમજૂતી થઈ હતી એ એક છેતરપિંડી હતી. શ્રીકૃષ્ણ જન્મભૂમિનો મોટો હિસ્સો મસ્જિદ ટ્રસ્ટને આપી દેવામાં આવ્યો, જે હિંદુઓનાં હિતોની તદ્દન વિરુદ્ધ બાબત હતી. આ અગાઉ 25 સપ્ટેમ્બરના રોજ સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેની પર 30 સપ્ટેમ્બરના રોજ સુનાવણી થયા બાદ સિવિલ કોર્ટે અરજી નકારી દીધી હતી.

શ્રીકૃષ્ણ વિરાજમાન તરફથી કહેવામાં આવ્યું- જ્યાં મસ્જિદ છે ત્યાં જન્મસ્થળ હતું
શ્રી કૃષ્ણ વિરાજમાન તરફથી એડવોકેટ રંજના અગ્નિહોત્રીએ કહ્યું હતું કે તેમણે જિલ્લા ન્યાયાધીશ મથુરાની કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું હતું કે જે જગ્યા પર શાહી ઈદગાહ મસ્જિદ ઉભી છે એ જગ્યા કારાગાર હતું, જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો.

વર્ષ 1968 સમજૂતી શું છે?
વર્ષ 1951માં શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ બનાવીને નક્કી કરવામાં આવ્યું હતું કે ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ થશે અને ટ્રસ્ટ એનું સંચાલન કરશે. ત્યાર બાદ વર્ષ 1958માં શ્રીકૃષ્ણ જન્મ સ્થાન સેવા સંઘ નામની સંસ્થાની રચના કરવામાં આવી હતી. કાયદાકીય રીતે આ સંસ્થા જમીન પર માલિકી હક ધરાવતી ન હતી, પણ તેણે ટ્રસ્ટ માટે નક્કી કરવામાં આવેલી તમામ ભૂમિકા ભજવવાની શરૂઆત કરી.
આ સંસ્થાએ વર્ષ 1964માં સંપૂર્ણ જમીન પર નિયંત્રણ માટે એક સિવિલ કેસ દાખલ કર્યો, પણ વર્ષ 1968માં તેણે મુસ્લિમ પક્ષ સાથે સમજૂતી કરી લીધી હતી. આ સમજૂતી અંતર્ગત મુસ્લિમ પક્ષે મંદિર માટે પોતાના કબજાની કેટલીક જમીન છોડી દીધી અને તેમને (મુસ્લિમ પક્ષને) તેમના બદલામાં નજીકની જગ્યા આપી દેવાઈ.

 

adv

Related News

post
post
post
post
post
post
post