• Home
  • News
  • ફિલ્મમેકરનું શરમજનક નિવેદન, રેપ લીગલ કરો
post

સોશિયલ મીડિયા અને અન્ય જગ્યા પર પોતાને ફિલ્મમેકર તરીકે કહેવડાવતા ડેનિયલ શ્રવણએ દેશમાં રેપને લીગલ કરવાની વકાલત કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-05 12:44:39

હૈદરાબાદ: સોશિયલ મીડિયા અને અન્ય જગ્યા પર પોતાને ફિલ્મમેકર તરીકે કહેવડાવતા ડેનિયલ શ્રવણએ દેશમાં રેપને લીગલ કરવાની વકાલત કરી છે. તેણે ફેસબૂક પર એક બાદ એક લાંબા લાંબા લેખ લખ્યા છે અને યુવતીઓ અને મહિલાઓને કૉન્ડોમ સાથે રાખવાની વાત કરી છે. તેમ પણ લખ્યુ છે કે, રેપિસ્ટની સેક્સુઅલ ઇચ્છાઓ નકારીને રેપ બાદ હત્યા માટે તેને ઉક્સાવવાની જગ્યાએ તેને કાયદાકીય માન્યતા આપી દેવી જોઇએ. તેનાં આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર આલોચનાનો જ્વાળા ફાટી નીકળ્યો છે. આ વ્યક્તિ સાઉથની સી ગ્રેડ ફિલ્મનો ડિરેક્ટર છે.

 તેની આવી ફેસબૂક પોસ્ટ પર લોકોએ તેને ખૂબજ ગાળો ભાંડી છે. લોકોની પ્રતિક્રિયાનાં થોડા સમય બાદ તેણે તેની પોસ્ટ જ ડિલીટ કરી નાંખી હતી. પણ તેની પોસ્ટનાં સ્ક્રીનશૉટ્સ સોશિયલ મીડિયા પર ફરવા લાગ્યા છે. ઘણાં ટ્વટિર વેરિફાઇડ અકાઉન્ટ વાળાએ અન્ય મોટી હસ્તીઓએ ડેનિયલનાં FB પોસ્ટનાં સ્ક્રીનશૉટ શૅર કરતાં તેની નિંદા કરી છે.

રેપ અંગે FB પર ડેનિયલ શ્રવણે લખ્યું છે કે, 'સરકારે વગર હિંસાનાં રેપ કેસને કાયદાકીય માન્યતા આપી દેવી જોઇએ. જેથી રેપ બાદ હત્યા રોકાય. 18 વર્ષથી વધુની તમામ યુવતીઓને રેપ અંગે વિસ્તારથી સમજાવવું જોઇએ. તેમણે પુરૂષોની સેક્સુઅલ ઇચ્છાઓને નકારવી જોઇએ નહીં, પણ સાથે કૉન્ડોમનો ઉપયોગ કરવો જોઇએ. તો જ આવી હિંસાત્મક ઘટનાઓ રોકી શકાશે. આવું વિચારવું મૂર્ખતાપૂર્ણ છે કે, વિરપ્પનને માર્યા બાદથી તસ્કરી પર લગામ લાગી ગઇ. કે પછી લાદેનને માર્યા બાદથી આતંકવાદ પર કાબૂ મેળવી લેવાયો. એવી રીતે જ નિર્ભયા એક્ટ પણ રેપ અને રેપ દરમિયાન હિંસાને રોકી શકશે નહીં.'

તે વધુમાં લખે છે કે, 'ખાસ કરીને ભારતીય યુવતીઓને સેક્સ એજ્યુકેશન આપવું જોઇએ. ખાસ કરીને 18 વર્ષની ઊંમરમાં આવતા જ તેમણે કૉન્ડોમ સાથે લઇને ચાલવું જોઇએ. ખુબજ સામાન્ય તર્ક છે, જો પુરૂષોની ઇચ્છાઓ પૂર્ણ થશે તો તે મહિલાઓને નહીં મારે. સરકારે આ રીતની યોજના બનાવવી જોઇએ.'જાણીતી પત્રકાર સોનલ કારલાએ ડેનિયલની પોસ્ટનો એક સ્ક્રીનશૉટ શૅર કરતા લખ્યું છે કે, જો આ સત્ય છે તો હું મરવાં ઇચ્છું છું. 

ચિન્મઇ શ્રીપદાએ ડેનિયલ તેમજ અન્ય કેટલાંકનાં સ્ક્રીનશૉટ શૅર કરતાં લખ્યું કે, 'તેમાં ઘણાં પુરૂષોનાં વિચારો છે. ઘણાંનું માનવું છે કે રેપ તે જધન્ય અપરાધ નથી. પણ હત્યા જધન્ય અપરાધ છે. સાથેજ તેઓ માને છે કે, રેપ માટે મહિલા સંગઠન જવાબદાર છે. તેમને બળાત્કાર બાદ હત્યાને રોકવા પર વધુ ધ્યાન આપવું જોઇએ.'

ઍક્ટ્રેસ કુબ્રા સૈટે પણ કેટલાંક સ્ક્રીન શૉટ શૅર કરતાં લખ્યું છે કે, 'આ ડેનિયલ શ્રવણ કોણ છે. તેને મેડિકલ હેલ્પની જરૂર છે.'

 

 

adv

Related News

post
post
post
post
post
post
post