• Home
  • News
  • કોરોનાકાળમાં એકબીજાને ભેટવાની સાચી રીત જાણો, વાઇરસથી દૂર રાખવાની સાથે તણાવ પણ ઘટાડશે
post

પ્રિયજનને ભેટી ન શકવાને કારણે લોકો માનસિક રીતે સ્ટ્રેસમાં આવી રહ્યા છે તેથી, ઘણા લોકો પોલિથીન પહેરીને ગળે મળતા જોવા મળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 09:59:12

વોશિંગ્ટન: કોરોના પહેલાના જીવનની જે વાતો લોકો યાદ કરી રહ્યા છે તેમાં ભેટવું પણ સામેલ છે. પછી ભલે તે પૌત્ર-પૌત્રો માટેના દાદા-દાદીનો પ્રેમ હોય અથવા વૃદ્ધો સાથે યુવાનોનો લગાવ. પ્રિયજનને ભેટી ન શકવાના કારણે લોકો તણાવમાં પણ આવી રહ્યા છે. તેથી, લોકો પોલિથીન પહેરીને એકબીજાને ભેટતા જોવા મળ્યા. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સાઇકોલોજિસ્ટ જ્હોન્સ આઇક્સ્લેડ જણાવે છે કે, ભેટવું એ માત્ર અભિવાદન જ નહીં તેનાથી તણાવ પણ ઘટે છે. વૈજ્ઞાનિકોએ કોરોનાકાળમાં ભેટવાની કેટલીક રીતે સૂચવી છે.

ખોટી રીતોઃ જેના કારણે કોરોના વાઇરસ ફેલાય છે

1. ફેસ ટૂ ફેસ ન ભેટો, શ્વાસ મારફતે વાઇરસ ફેલાશે

આ મુદ્રામાં વધુ જોખમ છે કારણ કે, ચહેરા નજીક હોય છે. વર્જિનિયા ટેકમાં એરાસોલ સાયન્ટિસ્ટ લિનસે માર કહે છે, બંનેમાંથી એકની લંબાઈ ઓછી હોય તો શ્વાસ છોડવા પર ગરમ હવા બીજી વ્યક્તિ સુધી પહોંચી શકે છે. લાંબી વ્યક્તિ નીચે જોશે તો તેનો વાઇરસ ટૂંકા વ્યક્તિની શ્વસનતંત્રમાં પ્રવેશી શકે. '

2. ચહેરાને એક દિશામાં ગળે લગાડવું પણ જોખમી

એક જ દિશામાં ગાલને નજીક લાવીને ભેટવું એ પણ જોખમી બની શકે છે. આનાથી એક વ્યક્તિ દ્વારા શ્વાસ લેવામાં આવતા શ્વાસ બીજા વ્યક્તિના શ્વસન માર્ગમાં પ્રવેશ કરે છે. આ સમય દરમિયાન રડવાનું ટાળો. આંસુ અને વહેતાં નાકથી વાઇરસ ફેલાવાનું જોખમ વધી જાય છે.

સાચી રીતઃ આ રીતોથી બંને વ્યક્તિઓ સેફ રહેશે

1. વિરોધી દિશામાં ભેટો, માસ્ક પહેરો

સમાન હાઇટ ધરાવતા લોકોને ગળે લગાવતી વખતે ચહેરો વિરુદ્ધ દિશામાં રાખો. આને કારણે શ્વાસ વિરુદ્ધ દિશામાં જશે અને વાઇરસ ફેલાવાની સંભાવના ઓછી હશે. માસ્ક પણ પહેરો.

2. બાળકોને કમર સુધી ભેટવા દો, નજર નીચે નહીં દૂર રાખો

કમર સુધી બાળકોને ભેટવું એ વાઇરસનું જોખમ ઓછું કરે છે. આવી સ્થિતિમાં ચહેરા દૂર-દૂર હોય છે. પુખ્ય વ્યક્તિએ ભેટતી વખતે નીચે જોવાને બદલે દૂર જોવું જોઇએ. જેથી, તેનો શ્વાસ બીજી વ્યક્તિ સુધી ન પહોંચે.

3. દાદા-દાદી બાળકોને પાછળ કિસ કરે

આ સ્થિતિમાં બાળક દ્વારા છોડવામાં આવેલા શ્વાસને લીધે વૃદ્ધોને જોખમ ઓછું રહેશે. લાંબી વ્યક્તિનો શ્વાસ બાળકો માટે ભય પેદા કરી શકે છે. તેથી બંનેનું માસ્ક પહેરવું જરૂરી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post