• Home
  • News
  • મુંબઈમાં જીવલેણ આગ:તાડદેવ વિસ્તારમાં 20 માળની ઈમારતમાં ભીષણ આગ; બે લોકોનાં મોત, 19 દાઝ્યા
post

આગને પગલે ફેલાયેલા ધુમાડાને કારણે રેસ્ક્યૂ-કર્મચારીઓને અંદર પહોંચવામાં મુશ્કેલી પડી

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-22 11:11:48


મુંબઈ: મુંબઈમાં એક 20 માળના બિલ્ડિંગમાં આગ લાગી છે. આગમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 19 લોકો દાઝ્યા છે. મૃત્યુ પામનારા લોકો વૃદ્ધ હોવાનું કહેવાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈના તાડદેવ વિસ્તારની 20 માળની કમલા સોસાયટીના 18માં માળે આ આગ લાગી છે. આગની ભીષણ સ્થિતિને જોતાં એને લેવલ 4ની આગ કહેવામાં આવે છે. ફાયરની 13 ગાડી આગને કાબૂ કરવાની કોશિશ કરી રહી છે.

આગને પગલે ફેલાયેલા ધુમાડાને કારણે રેસ્ક્યૂ-કર્મચારીઓને અંદર પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. અત્યારસુધીમાં 19 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. પ્રશાસને 15 લોકોને ભાટિયા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા, જ્યાં 3 લોકોની સ્થિતિ ગંભીર છે અને તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. બાકીના 12 લોકોને સામાન્ય ઈજા થઈ છે અને તેમને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

હજી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી
આ સિવાય 4 ગંભીર રીતે દાઝેલા લોકોને નાયર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં બે લોકોને મૃત જાહેર કરાયા હતા. બાકીના બે લોકોની સારવાર ચાલી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવા માટે 5 એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે. જોકે હજી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.


adv

Related News

post
post
post
post
post
post
post