• Home
  • News
  • દિવાળી પહેલાં ફટાકડા પર પ્રતિબંધ:દિલ્હી સહિત જે શહેરોમાં હવા ખરાબ છે, ત્યાં ફટાકડા વેચવા-ફોડવા પર 30 નવેમ્બર સુધી પ્રતિબંધ
post

NGTએ કહ્યું,ફટાકડાનાં વેચાણ-ઉપયોગ પર પ્રતિબંધનો આદેશ દેશનાં એ તમામ વિસ્તારો અને શહેરોમાં પણ લાગુ થશે, જ્યાંની હવાની ક્વોલિટી ખરાબ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 11:05:52

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT)એ દિલ્હી સહિત આખાય NCRમાં ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધ આજે રાતે 12 વાગ્યાથી લાગુ થઈ જશે અને 30 નવેમ્બર સુધી રહેશે. વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાય છે. NGTએ કહ્યું હતું કે આ આદેશ દેશનાં એ તમામ વિસ્તાર અને શહેરોમાં પણ લાગુ થશે જ્યાં ગત વર્ષે નવેમ્બરમાં હવાની ક્વોલિટીનું લેવલ પૂઅર અથવા એનાથી ઉપરની કેગેટરી સુધી પહોંચી ગયું હતું.

જે શહેરોમાં એર ક્વોલિટી સારી ત્યાં પ્રદૂષણરહિત ફટાકડાઓ માટે છૂટ
NGT
ના આદેશ પ્રમાણે, જે શહેરો-વિસ્તારોમાં હવાની ક્વોલિટી મોડરેટ અથવા એનાથી નીચેના લેવલ પર છે ત્યાં પ્રદૂષણરહિત ફટાકડા વેચવાની છૂટ અપાઈ છે, પરંતુ દિવાળી, છઠ, ક્રિસમસ, નવા વર્ષ જેવા અવસરો પર માત્ર 2 કલાક ફટાકડા ફોડવાની છૂટ હશે. આ 2 કલાક રાજ્ય સરકાર તરફથી નક્કી કરેલા સમય પ્રમાણે હશે. જો રાજ્ય તરફથી કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નહીં હોય તો દિવાળી અને ગુરુપર્વ પર રાતે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી અને છઠ પર સવારે 6થી 8 વાગ્યા સુધીનો રહેશે.

NGTના નિર્ણયને પાંચ સવાલમાં સમજીએ
NGT
એ એવું જ કહ્યું છે. આદેશ પ્રમાણે તમામ પ્રકારના ફટાકડા વેચવા અને ફોડવા પર સોમવારે રાતે 12 વાગ્યાથી 30 નવેમ્બરની રાત 12 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે

શું દિલ્હી-NCRને બાદ કરતાં દેશનાં અન્ય શહેરોમાં છૂટછાટ છે?
ના. ફટાકડા પર પ્રતિબંધ દેશના એ તમામ વિસ્તારો અને શહેરોમાં લાગુ થશે જ્યાં ગત વર્ષે નવેમ્બરમાં હવાની ક્વોલિટીનું લેવલ પૂઅર અથવા એની ઉપરની કેટેગરીમાં પહોંચી ગયું હતું.

શું મારા શહેરમાં છૂટ મળશે?
જો તમારા શહેરમાં નવેમ્બર 2019માં હવાની ક્વોલિટી મોડરેટ અથવા નીચેના લેવલ પર હતી, તો પ્રદૂષણરહિત ફટાકડા વેચી અને ફોડી શકાય છે, પરંતુ દિવાળી અને છઠ પર માત્ર 2 કલાક જ છૂટ મળશે.

2 કલાકનો સમય કયો હશે?
2 કલાક રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા સમય પ્રમાણે હશે. જો રાજ્યો તરફથી કોઈ સમય નક્કી કરવામાં આવ્યો હોય તો દિવાળી પર રાતે 8થી 10 વાગ્યા સુધી અને છઠ પર સવારે 6થી 8 વાગ્યા સુધી છૂટ રહેશે.

જે શહેરોમાં હવા ખરાબ નથી ત્યાં શું થશે?
જે શહેરો-વિસ્તારમાં હવાની ક્વોલિટી સારી છે ત્યાં ફટાકડા પર પ્રતિબંધ ઓપ્શનલ હશે. લોકલ ઓથોરિટી ઈચ્છે તો તેમના હિસાબથી ગાઈડલાઈન્સ નક્કી કરીને પ્રતિબંધ લગાવી શકે છે. કોરોનાના કેસ વધવાની આશંકાને ધ્યાનમાં રાખતા NGTએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું હતું કે કોઈપણ સોર્સથી થતા પ્રદૂષણને અટકાવવા માટે વિશેષ ઝુંબેશ ચલાવો.

 

adv

Related News

post
post
post
post
post
post
post