• Home
  • News
  • અમેરિકામાં ચૂંટણી:ડેમોક્રેટિક કન્વેન્શનનું આતશબાજીથી સમાપન, બિડેને કહ્યું- અમેરિકામાં અંધકારના અંતની શરૂઆત
post

હું વાયદો કરું છું કે જો તમે મને રાષ્ટ્રપતિ બનાવ્યો તો હું સર્વશ્રેષ્ઠ કામ કરીશ, ખરાબ નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-22 12:52:43

અમેરિકામાં વિલ્મિંગ્ટનમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં જો બિડેને રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટીનું નોમિનેશન સત્તાવાર રીતે સ્વીકાર્યુ. તેમના ભાષણમાં તેમણે લોકોને અપીલ કરી કે દેશમાં લાંબા સમયથી છવાયેલા અંધકારને દૂર કરવા એકજૂટ થાઓ. તેમણે કહ્યું કે અમેરિકામાં અંધકારના અંતની શરૂઆત આજથી શરૂ થઈ ચૂકી છે. વાંચો બિડેનના ભાષણના મુખ્ય અંશો

·         હું ખૂબ જ સન્માન તથા વિનમ્રતા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન સ્વીકારી રહ્યો છું. ભલે હું ડેમોક્રેટિક પાર્ટીનો ઉમેદવાર છું પણ હું સંપૂર્ણ અમેરિકાનો રાષ્ટ્રપતિ બનીશ. જે લોકોએ સમર્થન આપ્યું નથી એ લોકો માટે પણ એટલી જ મહેનત કરીશ જેટલી સમર્થન કરનારા માટે કરીશ.

·         હું વાયદો કરું છું કે જો તમે મને રાષ્ટ્રપતિ બનાવ્યો તો હું સર્વશ્રેષ્ઠ કામ કરીશ, ખરાબ નહીં. રોશની લાવીશ, અંધકાર નહીં. આપણે બધાએ એકજૂટ થવાનો સમય પાકી ગયો છે. આપણે એકસાથે દેશમાં અંધારાથી બહાર નીકળી શકીએ છીએ. આપણે ડરની સામે આશા, કલ્પનાની સામે તથ્ય, વિશેષાધિકારની સામે નિષ્પક્ષતાને પસંદ કરીશું.

·         આપણે ગુસ્સા અને ઘૃણાથી ભરેલા એ રસ્તાને પસંદ કરી શકીએ છીએ જ્યાં આશાઓ ઓછી છે, વિભાજન વધુ છે. અંધકાર અને શંકા છે. કાં પછી અલગ રસ્તો પસંદ કરી શકીએ છીએ જેમાં સુધારો થાય. આ જીવન બદલનારી ચૂંટણી છે. તેમાં નક્કી થશે કે અમેરિકાએ ભવિષ્યમાં કેવું દેખાવું છે.

પરિવારે કહ્યુંક્યારેય નિરાશ નહીં કરીએ
બિડેનની દીકરી એશલે અને દીકરા હન્ટરે કહ્યું કે અમે જણાવવા માગીએ છીએ કે અમારા પિતા કેવા રાષ્ટ્રપતિ સાબિત થશે. તે કડક, ઈમાનદાર, સૌનું ધ્યાન રાખનારા અને સિદ્ધાંતો પર ચાલનારા બનશે. તમારી વાત સાંભળશે. તમને સત્ય જણાવશે, ત્યારે પણ જ્યારે તમે તેમનાથી સાંભળવા માગો. તે તમને ક્યારેય નિરાશ નહીં કરે.

મુંબઈ કનેક્શન : અજાણ્યા મિત્રને મળવા ઈચ્છે છે
બિડેને ભારતમાં હાજર તેમના મિત્રનો ઉલ્લેખ કર્યો જેને તેમણે ક્યારેય જોયો નથી. પણ તે આ મિત્રને યાદ કરે છે તેને મળવા ભારત આવવા ઈચ્છે છે. બિડેન અનેકવાર તેને બિડેન ફ્રોમ મુંબઈ તરીકે પોકારે છે. 1972માં જ્યારે તે ડેલાવેયરથી સેનેટર તરીકે ચૂંટાયા હતા ત્યારે તેમણે મુંબઈથી તેમના ઉપનામવાળા બિડેને પત્ર મારફતે શુભેચ્છા મોકલાવી હતી. નોમિનેશન સ્વીકાર્યા પછી તેમને બિડેન ફ્રોમ મુંબઈએ શુભેચ્છાઓ પાઠવી હતી.

ટ્રમ્પ મુશ્કેલીમાં : પૂર્વ સલાહકારની છેતરપિંડી મામલે ધરપકડ
રાષ્ટ્રપતિ ટ્રમ્પના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરાઈ છે. સાથે જ પોલીસે ત્રણ અન્ય લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે. સ્ટીવ બેન અને ત્રણ અન્ય પર વી બિલ્ડ વોલ કેમ્પેનના દાનદાતાઓ સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. આ અભિયાન હેઠળ દાનદાતાઓ પાસેથી 188 કરોડ રૂપિયા એકઠા કરાયા હતા. દાવો કરાયો હતો કે યોજના હેઠળ દાન કરાયેલાં નાણાંનો ઉપયોગ દીવાલ બનાવવામાં કરાશે.

adv

Related News

post
post
post
post
post
post
post