• Home
  • News
  • નવા વર્ષમાં પાંચ કંપનીઓનું મિડકેપમાંથી લાર્જ કેપમાં પ્રમોશન થવાની શક્યતા, માર્કેટ કેપના આધારે વર્ગીકરણ કરાશે
post

મ્યુચ્યુઅલ ફંડ સંગઠન એમ્ફી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં રિપોર્ટ જારી કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 11:35:48

મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના સંગઠન એમ્ફી આગામી વર્ષના પ્રથમ સપ્તાહમાં શેર્સનુ વર્ગીકરણની નવી યાદી જારી કરવા જઈ રહી છે. જેમાં આશરે 5 કંપનીઓ મિડકેપમ કેટેગરીમાંથી લાર્જકેપ કેટેગરીમાં પ્રમોટ થવાનો આશાવાદ છે. આશરે 11 કંપનીઓના સ્ટોક સ્મોલકેપમાંથી મિડકેપ કેટેગરીમાં શિફ્ટ થશે.

એમ્ફી કંપનીઓની છ માસની સરેરાશ માર્કેટ કેપના આધારે દર છ માસમાં શેર્સના 3 કેટેગરી સ્મોલ કેપ, મિડ કેપ, અને લાર્જ કેપમાં વર્ગીકૃત કરે છે. આ વર્ગીકરણના આધારે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં રોકાણ કરે છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ દ્રારા કરવામાં આવેલા એનાલિસિસ અનુસાર, મિડ કેપ કેટેગરીના પાંચ કંપનીઓ આગામી ફેરફારમાં લાર્જ કેપમાં તબદીલ થશે.

જેમાં ટોચ પર યસ બેન્ક છે. ખાનગી બેન્કોમાં પ્રચલિત યસ બેન્કના પ્રમોટર્સ દ્રારા ગોટાળાનો મામલો બહાર આવ્યા બાદ મોટાપાયે કડાકો આવ્યો હતો. સ્ટોક ઘટી રૂ.6ની સપાટીની અંદર પહોંચ્યો હતો. હાલ ફરી લાર્જ કેપ બનવાની આસપાસ પહોંચ્યો છે. યસ બેન્ક ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, એચએએલ અને જ્યુબિલઅન્ટ ફૂડ પણ લાર્જ કેપ સ્ટોક બનવાની આસપાસ છે.

જો કે, ડિસેમ્બરમાં નોંધાયેલા ઉતાર-ચડાવની સ્થિતિમાં અમુક શેર પ્રમોશનની તક ચૂકી શકે છે. સ્મોલ કેપમાંથી મિડ કેપમાં સંભવિત પ્રમોશન યાદીમાં લૌરસ લેબ, ઈન્ડિયા માર્ટ ઈન્ટરમેશ, નવીન ફ્લોરાઈન, ડિક્સોન ટેક્નોલોજી, આલોક ઈન્ડસ્ટ્રીઝ, એસ્ટ્રોજેનેકા ફાર્મા, દીપક નાઈટ્રાઈટ, સુવેન ફાર્મા, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા અને એમસીએક્સ સામેલ છે.

મિડકેપમાંથી લાર્જકેપ

કંપની

માર્કેટ કેપ

યસ બેંક

333

અદાણી એન્ટરપ્રાઈઝ

301

પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ

301

એચએએલ

290

જ્યુબિલિઅન્ટ ફૂડ

281

સ્મોલકેપમાંથી મિડકેપમાં વર્ગીકરણ

કંપની

માર્કેટ કેપ(નોંધ: રકમ અબજ રૂ.માં)

ઈન્ડિયામાર્ટ

130

નવીન ફ્લોરાઈન

116

ડિક્સોન ટેક્નો.

103

આલોક ઈન્ડસ્ટ્રીઝ

100

એસ્ટ્રોજેનેકા

100

દીપક નાઈટ્રાઈટ

96

બાંબે બર્મા

90

સુવેન ફાર્મા

85

ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા

84

એમસીએક્સ

83

 

adv

Related News

post
post
post
post
post
post
post