• Home
  • News
  • કોરોનાથી ટ્યૂલિપનો ધંધો ઠપ થયો તો પાંચ જૂના મિત્રોએ નવું બિઝનેસ મોડેલ તૈયાર કર્યું, તેમને અનેક ઓર્ડર મળ્યા
post

મિત્રતાની તાકાત અને ઇનોવેશને ડૂબતા બિઝનેસને નવી દિશા આપી દીધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 12:07:23

વોશિંગ્ટન: અમેરિકાના વોશિંગ્ટનમાં માઉન્ટ વર્નોન હાઇસ્કૂલની 1994ની બેચના પાંચ મિત્રોએ લૉકડાઉન દરમિયાન એક નવો બિઝનેસ ઊભો કરી દીધો. આ મિત્રો એન્ડ્રયૂ મિલર, એન્જેલા સ્પાયર, ડોની કેલ્ટ્ઝ, રાચેલ વોર્ડ અને રેન્ડી હાર્વર્ડ છે. પાંચેય પોત પોતાના કરિયર અને પરિવારમાં વ્યસ્ત હતા ત્યારે ગત વર્ષે એન્ડ્રયૂએ જુના મિત્રોની ફોન પર મુલાકાત કરાવી અને કહ્યું કે આપણા શહેરમાં જઇ ટ્યૂલિપની ખેતી કેમ ન કરાય? મિત્રોમાં જુની કેમિસ્ટ્રી કાયમ હતી. બધા રાજી થઇ ગયા અને ગત ઊનાળામાં 30 એકરનું એક ખેતર ખરીદી લીધું. એક કંપની બનાવી અને તેનું નામ ધ-સ્પીનિચ બસ રાખ્યું. આ વર્ષે ટ્યૂલિપનો શાનદાર પાક થયો. પરંતુ માર્ચ અને એપ્રિલમાં જ્યારે પાક ભરપૂર લહેરાવી રહ્યો હતો. ત્યારે જ લૉકડાઉન થઇ ગયું. વાર્ષિક ટ્યૂલિપ ઉત્સવ રદ કરવામાં આવ્યો. દર વર્ષે તેમાં હજારો લોકો આવે છે. ટ્યૂલિપ ઇકોનોમી ધ્વસ્ત થઇ ગઇ. નેશનલ રિટેઇલ ચેન કંપનીઓ જે સામાન્ય રીતે લાખો ફૂલ ખરીદતી હતી, આ વખતે ઓર્ડર કરવાની સ્થિતિમાં નહતી. જે જુના ઓર્ડર મળ્યા હતા, તે પણ રદ થઇ ગયા.


ફોન કરનારાએ પૂછ્યું કે શું તમે કેટલાક ફૂલ અમને મોકલાવી શકો છો?
એન્જેલા સ્પાયર કહે છે કે અમારા ગ્રુપની એક સારી વાત એ છે કે અમે પાંચેય એક-બીજાનો તનાવ, દુ:ખ, ચિંતા પહેલાંથી જ જોઇ લઇએ છીએ. સાથે અમને ભરોસો હોય છે કે અમે તેમાંથી બહાર આવી જઇશું. અમે નવું બિઝનેસ મોડેલ શોધી જ રહ્યા હતા કે માર્ચના મધ્યમાં એક સુખદ ફોન આવ્યો. ફોન કરનારાએ પૂછ્યું કે શું તમે કેટલાક ફૂલ અમને મોકલાવી શકો છો? આ નવી વાત હતી. સામાન્ય રીતે અહીં ફૂલોની સપ્લાય સીધા બલ્કમાં એ લોકોને થાય છે, જેઓ પોતાના ગાર્ડનમાં તેને લગાવવા માંગે છે. તાજા બુકે માટે ઓર્ડર આવતા નથી. પાંચેય મિત્રોએ તેને એક અવસર તરીકે લીધો અને રણનીતિ બનાવી સપ્લાય શરૂ કરી. કંપની પાસે શિપિંગ માટે આશરે 600 બોક્સ હતા. દરેક બોક્સમાં 20 ફૂલ સમાવી શકાતા હતા. તેમને લાગ્યું કે 200-300 બોક્સના ઓર્ડર તો તેમને મળી જ શકે છે. જોકે શરૂઆતના દિવસોમાં જ બધા બોક્સ વેચાઇ ગયા. આવનારા કેટલાક દિવસોમાં 8000 બોક્સ વેચાઇ ગયા. આમ એક નવો બિઝનેસ તૈયાર થઇ ગયો. 

adv

Related News

post
post
post
post
post
post
post