• Home
  • News
  • દિવાળી પહેલાં જ ગોવાની ફ્લાઈટનું ભાડું બમણું થઈ 6,500, દિલ્હીનું 3 હજારથી વધીને 8 હજાર થઈ ગયું
post

ઉત્તર ભારત તેમજ કેરળ જતી ટ્રેનો હાઉસફૂલ, જો કે મુંબઈની ટ્રેનોમાં સીટ ખાલી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 09:17:04

કોરોનાને લીધે દિવાળીની રજાઓમાં આ વર્ષે દૂરના સ્થળોએ ફરવા જવાનું લોકો ટાળી રહ્યા છે. અમદાવાદથી અન્ય શહેરોમાં જતી ફ્લાઈટમાં હજુ પણ બુકિંગ મળે છે. પણ દિલ્હી, ગોવા સહિત કેટલાક શહેરોના ભાડાંમાં વધારો થયો છે. દિવાળી પહેલા ડિમાન્ડ વધતા ભાડાંમાં હજુ વધારો થવાની શક્યતા છે. અમદાવાદથી દિલ્હીનું રેગ્યુલર ભાડું 3000થી 3500 રૂપિયાની સામે હાલ 8000 રૂપિયાને પાર કરી ગયું છે. એજરીતે કેરળ અને ગોવા જતી ફ્લાઈટના ભાડામાં પણ વધારો થયો છે. તેની સામે અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે અને ટિકિટ પણ મળતી નથી. તેની સામે અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનોમાં સીટ હજુ પણ ખાલી પડી છે.

આ વર્ષે કોરોના મહામારીને પગલે ઇન્ટરનેશનલ ફ્લાઈટો બંધ છે તેથી વિદેશ ફરવા જવા કોઈ ડિમાન્ડ નથી. જ્યારે અન્ય રાજ્યોમાં ફરવા જતા લોકોની સંખ્યા હાલ ઓછી છે. મોટાભાગના લોકોએ પોતાના વાહનથી જ ગુજરાતમાં કે નજીકના સ્થળોએ ફરવાનું નક્કી કરતા આવા ટુરિસ્ટ સ્થળોએ મોટાભાગનું બુકિંગ ફુલ થઈ ગયું છે. સરકારે પણ ધીમે ધીમે છૂટ આપતા હવે ગોવા અને કેરળની ડિમાન્ડ વધી રહી છે. અમદાવાદથી ગોવા અને ત્રિવેન્દ્રમ જતી ફ્લાઈટોના ભાડામાં પણ હવે વધારો શરૂ થઈ ગયો છે. જ્યારે ઉત્તર ભારતની ટ્રેનો ફુલ થતા હવે વારાણસી અને લખનઉ જતી ફ્લાઈટમાં લોકોએ બુકિંગ શરૂ કરાવ્યું છે તેમ છતાં હજુ તેમાં સીટ મળી રહી છે. ટ્રેન દ્વારા અમદાવાદથી દિલ્હી જવા માટે દિવાળી પહેલા રાજધાની એક્સપ્રેસમાં સીટ ઉપલબ્ધ છે તેની સામે આશ્રમ એક્સપ્રેસ અને ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ હાઉસફુલ થઈ ગઈ છે. એજરીતે અમદાવાદથી મુંબઈ જવા માટે સીટ ઉપલબ્ધ છે પરંતુ રાજસ્થાન તરફથી આવી મુંબઈ તરફ જતી ટ્રેનો ફુલ થઈ ગઈ છે.

અમદાવાદથી મુખ્ય શહેરોનું વિમાન ભાડું

શહેર

રેગ્યુલર ભાડું રૂ

વધેલું ભાડું રૂ

ગોવા

3000-3500

6000-6500

ત્રિવેન્દ્રમ

4000-4500

6500-7000

દિલ્હી

2500-3000

7500-8000

મુંબઈ

2500-3000

6000-6500

વારાણસી

3500-4000

5500-6000

ઉત્તર ભારતની ટ્રેનોમાં લાંબું વેઈટિંગ લિસ્ટ

શહેર

સિટિંગ

સ્લીપર

થર્ડ AC

સેકન્ડ AC

દિલ્હી

101

304

120

38

વારાણસી

115

340

111

47

પટના

106

350

168

68

હાવડા

41

139

35

17

પુરી

26

79

10

5

 

adv

Related News

post
post
post
post
post
post
post