• Home
  • News
  • ફ્લાયર્સ અનલોક; લોકડાઉન પછી પ્રથમવાર રોજ 1.65 લાખથી વધુ લોકો ઉડ્ડયન કરી રહ્યા છે
post

ઓગસ્ટના આંકડાઓ સાથે તુલના કરીએ તો સપ્ટેમ્બરમાં ઉડ્ડયન કરનારા પેસેન્જર્સની સંખ્યામાં 39.23%નો વધારો થયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 10:08:08

એરલાઈન્સ અને એર ટ્રાવેલ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ માટે ખુશખબર છે! કોરોનાના કારણે ફ્લાઈટ્સ ઓપરેશન્સમાં જે અવરોધ આવ્યો હતો, એ ધીમે ધીમે દૂર થતો જોવા મળી રહ્યો છે.

કડાઉન અગાઉ રોજ ચારથી સાડા ચાર લાખ સુધી પેસેન્જર ઘરેલુ ફ્લાઈટ્સમાં ઉડ્ડયન કરતા હતા. 25 માર્ચથી 24 મે સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ઓપરેશન્સ બંધ રહ્યા. અનલોક થયા પછી ધીરે ધીરે ફ્લાઈટ્સ વધી રહી છે અને પેસેન્જર્સની સંખ્યા પણ.

24 ઓક્ટોબરે ખતમ થયેલા સપ્તાહ સુધીના આંકડાઓને જોઈએ તો અનલોકની પ્રક્રિયા શરૂ થયા પછી પ્રથમવાર હવે લગભગ 1.65 લાખ લોકો રોજ ઉડ્ડયન કરી રહ્યા છે.

દરેક ફ્લાઈટમાં 100થી વધુ મુસાફરો
એરલાઈન્સમાં અનલોકની પ્રક્રિયા શરૂ થયા પછી જે સ્પીડમાં ફ્લાઈટ્સ વધી રહી છે, એના અનુસાર પેસેન્જર પણ વધી રહ્યા છે. 25 મેના રોજ જ્યારે ફ્લાઈટ ઓપરેશન્સ ફરી શરૂ થયા તો જૂનમાં પ્રતિ ફ્લાઈટ સરેરાશ પેસેન્જરની સંખ્યા 90 સુધી પહોંચી ગઈ હતી. જુલાઈમાં ફ્લાઈટસની સંખ્યા વધી તો પ્રતિ ફ્લાઈટ સરેરાશ પેસેન્જરની સંખ્યા ઓછી થઈ અને 85.9 પેસેન્જર પ્રતિ ફ્લાઈટ પર અટકી ગઈ. તેના પછી ફ્લાઈટ્સ અને પ્રતિ ફ્લાઈટ પેસેન્જરની સંખ્યા સતત વધી રહી છે. 24 ઓક્ટોબર સુધીનાં આંકડાઓ પ્રમાણે, મહિનામાં જૂનના 713 ડિપાર્ચરના મુકાબલે 1551 ડિપાર્ચર થયા. જ્યારે, પ્રતિ ફ્લાઈટ પેસેન્જર સંખ્યા પણ 90થી વધીને 106 સુધી પહોંચી ચૂકી છે.

 

જાન્યુઆરી-ફેબ્રુઆરીના સ્તરે પહોંચવામાં લાગશે સમય
​​​​​​​અનલોકની પ્રક્રિયા શરૂ થયા પછી સ્થિતિ ઝડપથી સુધરી છે, પરંતુ લોકડાઉન અગાઉનું સ્તર પ્રાપ્ત કરવામાં હજુ સમય લાગી શકે છે. ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના આંકડાઓ અનુસાર, જાન્યુઆરીમાં 127.83 લાખ પેસેન્જર્સે એર ટ્રાવેલ કર્યુ હતું. જ્યારે, સપ્ટેમ્બરમાં આ આંકડો માત્ર 39.43 લાખ પેસેન્જરનો રહ્યો. રાહતની વાત એ છે કે અનલોક પછી દર મહિને ઉત્તમ તસવીર સામે આવી રહી છે.

ઓગસ્ટના આંકડાઓ સાથે તુલના કરીએ તો સપ્ટેમ્બરમાં ઉડ્ડયન કરનારા પેસેન્જર્સની સંખ્યામાં 39.23%નો વધારો થયો છે. જ્યારે અમે ગત વર્ષના આંકડા જોઈએ તો જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી 1058.91 લાખ પેસેન્જર્સે એર ટ્રાવેલ કર્યુ હતું. આ વર્ષે લોકડાઉન અને બે મહિના ફ્લાઈટ બંધ રહેવાના કારણે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી કુલ 440.60 લાખ પેસેન્જર્સે જ એર ટ્રાવેલ કર્યુ છે.

ભારતમાં ડોમેસ્ટિક એર ટ્રાવેલ બની રહ્યું છે ગ્રોથ એન્જિન
​​​​​​​એરલાઈન ઈન્ડસ્ટ્રીની હેલ્થ જોવાનું બેરોમીટર હોય છે પેસેન્જર લોડ ફેક્ટર (પીએલએફ), એટલે કે એ જોવામાં આવે છે કે ઉપલબ્ધ સીટોનાં મુકાબલે ફ્લાઈટમાં કેટલા પેસેન્જર હતા. આ હિસાબે ભારતીય એરલાઈન્સનું પ્રદર્શન અનલોકની પ્રક્રિયામાં સતત સુધરી રહ્યું છે. ઓગસ્ટ 2020માં ભારતીય એરલાઈન કંપનીઓના પીએલએફમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોના મુકાબલે ઘણો સુધારો આવ્યો છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસીએશન (આઈએટીએ)ના પ્રમાણે, ઓગસ્ટમાં ડોમેસ્ટિક માર્કેટ જ રિબાઉન્ડમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

રશિયા દુનિયાનો પ્રથમ દેશ છે, જેણે ડોમેસ્ટિક એર ટ્રાવેલમાં ગત વર્ષના મુકાબલે ઝડપ દર્શાવી છે, એટલે કે હવે ત્યાં સ્થિતિ ગત વર્ષથી સારી છે. રશિયામાં રેવન્યૂ પર કિલોમીટર (આરપીકે) ગત વર્ષના મુકાબલે આ વર્ષે ઓગસ્ટમાં 3.8% વધુ રહી છે, જ્યારે બાકીના તમામ દેશોમાં તેમાં ઘટાડો નોંધાયો છે. રશિયાના આંકડાઓમાં સુધારાનું મુખ્ય કારણ હવાઈ ભાડાંમાં ઘટાડો અને ડોમેસ્ટિક ટુરિઝમનો વધારો છે. જ્યારે, મોટાભાગના દેશોમાં કોરોનાને રોકવા માટે લગાવેલા પ્રતિબંધોની અસર ડોમેસ્ટિક ટ્રાવેલ પર જોવા મળી રહી છે.

દુનિયાભરમાં ઉપલબ્ધ સીટો પર પેસેન્જર્સની ડિમાન્ડમાં ઘટાડોઃઆઈએટીએ
​​​​​​​આઈએટીએના કહેવા પ્રમાણે ઓગસ્ટમાં દુનિયાભરની એરલાઈન્સની કેપેસિટીમાં ઘટાડો આવ્યો છે. કેટલાક રૂટ્સ પર ઓપરેશન્સ વધ્યા છે પરંતુ ઓવરઓલ સ્થિતિ વધુ સારી નથી. ઉપલબ્ધ સીટ-કિમી (એએસકે)માં ઓગસ્ટ 2019ના મુકાબલે ઓગસ્ટ 2020માં 63.8% જેટલો ઘટાડો આવ્યો છે.

રાહતની વાત એ છે કે મોટાભાગના દેશોમાં જુલાઈ 2020ના મુકાબલે ઓગસ્ટમાં સુધારો આવ્યો છે. ઉત્તરીય અમેરિકા, એશિયા પેસિફિક અને યુરોપમાં એરલાઈન્સે હવે અમુક અંશે રિકવરી કરી છે. તેના પછી પણ ઉપલબ્ધ સીટો વધુ છે, તેને ભરવાની ડિમાન્ડ ઓછી.

 

adv

Related News

post
post
post
post
post
post
post