• Home
  • News
  • FMCG સેક્ટર 7.9% વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા:મોંઘવારી ઘટતા વસ્તુઓની ખરીદી 10%થી પણ વધુ વધી
post

કિંમત ઘટવાથી ગ્રામ્ય વિસ્તારોમાં એફએમસીજીની માંગમાં ફરી તેજી જોવા મળી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-17 18:09:21

મોંઘવારી ઘટવાને કારણે ગ્રાહકના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. સાબુ, તેલ, પેસ્ટ જેવી દૈનિક વપરાશમાં લેવાતી વસ્તુઓની ખરીદી વધવી એ તેનો સંકેત છે. જાન્યુઆરી-માર્ચની વચ્ચે FMCG સેક્ટરનું વેચાણ 10.2% વધ્યું છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2022માં આ ગ્રોથ 7.6% હતો. રિસર્ચ એજન્સી નીલસન આઇક્યૂ અનુસાર આ વર્ષે FMCG સેક્ટર 7-9% વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે. અર્થશાસ્ત્રીઓના એક સરવે અનુસાર, ઇંધણની કિંમતો સ્થિર રહેવાથી ગત મહિને દેશમાં ગ્રાહક આધારિત મોંઘવારી 18 મહિનામાં સૌથી ઓછી રહી હતી.

જાન્યુઆરી-માર્ચમાં કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની કિંમતમાં 6.9%નો વધારો થયો હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં આ વૃદ્ધિ 7.9% રહી હતી અનાજ અને કેમિકલ જેવા કાચા માલની કિંમત ઘટવાથી અનેક એફએમસીજી કંપનીઓએ કેટલીક પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. તેમાં મેરિકો ઇન્ડસ્ટ્રીઝ, અદાણી વિલ્મર, હિન્દુસ્તાન યુનિલિવર જેવી કંપનીઓ સામેલ છે. આગામી સમયમાં પણ ખરીદી વધશે.

ગ્રામ્ય વિસ્તારોમાં 18 મહિના બાદ માંગ વધી
કિંમત ઘટવાથી ગ્રામ્ય વિસ્તારોમાં એફએમસીજીની માંગમાં ફરી તેજી જોવા મળી છે. નીલસન આઇક્યૂના રિપોર્ટ અનુસાર છ વર્ષ સુધી ઘટાડા બાદ ગ્રામ્ય વિસ્તારમાં વપરાશમાં 0.3%ની વૃદ્ધિ જોવા મળી છે. પરંતુ શહેરી વિસ્તારોમાં વપરાશ 5.3% સ્થિર ઝડપથી વધ્યો હતો. જેને ધ્યાનમાં રાખતા એકંદરે વૉલ્યૂમ ગ્રોથ 3.1% રહ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post