• Home
  • News
  • અભિષેક બેનર્જીના નિવેદનને પગલે ભાજપનો પલટવાર કહ્યુ, બંગાળને બચાવવાનો અંતિમ ઉપાય છે ન્યાયતંત્ર
post

અભિષેક બેનર્જીએ કહ્યુ હતુ કે અમને ધમકાવવા માટે સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-30 11:44:42

નવી દિલ્હી:  ભાજપે રવિવારે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી પર તેમની ટીકા માટે નિશાન સાધ્યુ, જ્યાં તેમણે કહ્યુ કે ન્યાયપાલિકામાં એક કે બે વ્યક્તિ કેન્દ્ર ની સાથે હાથ મિલાવી રહ્યા છે અને રાજ્યના તમામ કેસને સીબીઆઈએ આપી રહ્યા છે. અભિષેક બેનર્જીએ કલકત્તા હાઈકોર્ટ દ્વારા બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ સહિત એક બાદ એક કેટલાક કેસમાં CBI તપાસના આદેશ આપવા માટે શનિવારે પ્રશ્ન ઉઠાવતા ન્યાયપાલિકા પર નિશાન સાધવામાં આવ્યુ હતુ.

અભિષેક બેનર્જીએ કહ્યુ હતુ કે અમને ધમકાવવા માટે સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. પૂર્વ મેદિનીપુર જિલ્લાના હલ્દિયામાં એક રેલીને સંબોધિત કરતા અભિષેક બેનર્જીએ પોતાના આરોપોને સ્પષ્ટ કર્યા વિના કહ્યુ- મને એ કહેતા શરમ આવે છે કે ન્યાયપાલિકામાં એક-બે એવા લોકો છે, જેની મિલીભગત છે અને દરેક મામલે સીબીઆઈ તપાસના આદેશ આપી રહ્યા છે. આ ન્યાયપાલિકાનો માત્ર એક ટકા છે.

આની પર પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળ ભાજપના સહ-પ્રભારી અમિત માલવીયએ ટ્વીટ કર્યુ કે મુખ્યમંત્રી મમતા બેનર્જી ભારતના સંઘીય માળખાને કમજોર કરી રહ્યા છે, તો તેમનો ભત્રીજો તેમનાથી એક પગલુ આગળ છે. તેમણે કહ્યુ, જ્યાં મમતા બેનર્જી ભારતના સંઘીય માળખાને કમજોર કરી રહ્યા છે, રાજ્યપાલના અધિકાર ક્ષેત્રને ઓછુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યાં તેમનો ભત્રીજો એક પગલુ આગળ વધતા ન્યાયપાલિકાને ધમકાવી રહ્યા છે, તેની પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે. ન્યાયપાલિકા બંગાળને બચાવવાનો અંતિમ ઉપાય છે.

અભિષેક બેનર્જીના નિવેદનને લઈને રાજ્યપાલ જગદીપ ધનખડએ પણ ટીકા કરી છે. તેમણે કહ્યુ કે CBI ને કેસની તપાસ કરાવવાના આદેશને લઈને તૃણમુલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ ન્યાયપાલિકાની ટીકા કરીને હદ પાર કરી દીધી છે. અભિષેક બેનર્જીના નિવેદન પર ધ્યાન આપતા રાજ્યપાલે રાજ્યના મુખ્ય સચિવને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી શરૂ કરવાની માગ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post