• Home
  • News
  • ચીને પ્રથમ વખત તેની પરંપરાગત દવાઓનાં લિસ્ટમાંથી કીડીખાઉનું નામ હટાવ્યું, દુનિયાભરમાં સૌથી વધારે તેની તસ્કરી થાય છે
post

ચીનમાં ખોરાક તરીકે લેવાતા આ જીવની આખી દુનિયામાં સૌથી વધારે તસ્કરી થાય છે અને તેની તમામ 8 પ્રજાતિઓ વિલુપ્ત થવાના આરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-12 11:35:39

કોરોનાવાઈરસ મૂળ ક્યાંથી આવ્યો તેનું કોઈ ચોકક્સ કારણ સામે નથી આવ્યું. જોકે ચીને લગભગ માની લીધું છે કે કીડીખાઉ અને નવા કોરોનાવાઈરસ સાથે કોઈ સંબંધ જરૂર છે. તેથી આશરે 6 મહિના બાદ આ બાબતે ચીને મોટો નિર્ણય લીધો છે. ચીને પોતાની પરંપરાગત દવાઓનાં લિસ્ટમાંથી કીડીખાઉનું નામ હટાવી દીધું છે.

ચીનના હેલ્થ ટાઈમ્સ ન્યૂઝ પેપર અનુસાર, ચીને આ નિર્ણય તેવા સમયે કર્યો છે જ્યારે તમામ વેટ માર્કેટ પર સરકાર કડક નિયમોનું પાલન કરાવી રહી છે. વુહાનની લેબની શંકાસ્પદ ભૂમિકાને લઈ વેટ માર્કેટમાં પ્રાણીઓના વેચાણ પર કેટલીક હદે રોક લગાવી છે, પરંતુ દવાઓના લિસ્ટમાંથી કીડીખાઉનું નામ હટવું એ પ્રથમ વખત છે.

ચાઈનીઝ દવાઓમાં કીડીખાઉનો ઉપયોગ થાય છે
ચીનના સરકાર સમર્થિત મીડિયા રિપોર્ટ અનુસાર, મંગળવારે ચીની ફાર્માકોપિયાના નવાં વર્ઝનમાં  લખવામાં આવ્યું છે કે, હવે સારવાર માટે જરૂરી દવાઓનાં લિસ્ટમાં કીડીખાઉ સામેલ નથી અને તેનું કારણ જંગલથી મળતા સંશાધોનની ઉણપ જણાવવામાં આવી રહ્યું છે.

મીડિયાનો દાવો-ચીને દબાણમાં આવીને નિર્ણય લીધો
બ્રિટનથી મળેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વૈશ્વિક દબાણમાં આવીને ચીને આ નિર્ણય લીધો છે અને હવે આશા છે કે કીડીખાઉના શિકાર ઓછા થશે. માનવામાં આવે છે કે ઉધઈ અને કીડીને ખોરાક તરીકે લેતું આ સસ્તન પ્રાણીની દુનિયામાં સૌથી વધારે તસ્કરી થાય છે અને તેની 8 પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે.

કીડીખાઉ સસ્તન પ્રાણી છે

·         કીડીખાઉ એક સસ્તન પ્રાણી છે. તેના શરીરની ચામડી ઉપર કેરોટિનના બનેલા સ્કેલ્સ હોય છે, જે  તેની રક્ષા કરે છે.

·         કીડીખાઉના સ્કેલ્સ જ તેના દુશ્મન છે. તેની ચામડીમાં થી પારંપરિક ચાઈનીઝ દવાઓ બને છે.

·         ચીનની ચિકિત્સા પદ્ધતિમાં તેના સ્કેલ્સનો ઉપયોગ સુંદરતા અને ગાંઠોની સારવાર માટે કરવામાં આવે છે.

·         દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં તેના માંસનો ઉપયોગ થાય છે.

·         ચીનમાં તેની તસ્કરી કરનાર પર ઓછાંમાં ઓછી 10 વર્ષની સજાનું પ્રાવધાન છે.

ચીનમાં કીડીખાઉની માગ કેમ?
પ્રાકૃતિક સંશાધનોને સુરક્ષિત કરનાર આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘના જણાવ્યા અનુસાર, કીડીખાઉની તસ્કરી દુનિયામાં સૌથી વધારે થાય છે. એશિયા અને આફ્રિકાના જંગલોમાંથી તેને ગેરકાયદે પકડી ઈન્ટરનેશનલ માર્કેટમાં તસ્કરી કરવામાં આવે છે. તેના ચીન અને વિયતનામમાં વેચવામાં આવે છે. કીડીખાઉના શરીર પર રહેલા સ્કેલ્સમાંથી દવાઓ બને છે અને તેનાં માંસનું પણ વેચાણ થાય છે.

વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરે કહ્યું કે આ મોટું પગલું

·         જ્યારે કીડીખાઉને આ લિસ્ટમાંથી કાઢવામાં આવ્યું ત્યારે હોંગકોંગમાં વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF)ના ડાયરેક્ટર ડેવિડ ઓલ્સનએ કહ્યું કેચીનના પગલાંની મોટી અસર થશે. જો આ પ્રાણીને ખરેખર બચાવવું હોય તો આ પગલું ભરવું જરૂરી હતું.

·         બીબીસી સાથેની વાતચીતમાં 'સેવ પેંગોલિન્સ સંસ્થા'ના પોલ થોમસને આને બહુ સારું પગલું ગણાવ્યું છે. તેમનું કહેવું છે કેકીડીખાઉને બચાવવા માટે આ એક સારા સમાચાર છે. થોમસને કહ્યું કે, પરંપરાગત દવાઓથી કીડીખાઉની ત્વચા કાઢવાનું ચીનનું પગલું ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અમે આ દિવસની રાહ જોઇ રહ્યા હતા.

ચીનની દવા કંપનીઓ માટે કડકાઈ ઓછી કરવામાં આવી હતી
એનિમલ વેલફેર કેમ્પેન ગ્રૂપ વર્લ્ડ એનિમલ પ્રોટક્શનની કેથરીન વાઇઝે પણ પેન્ગોલિનનું નામ કાઢવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આ એક બહુ સારા સમાચાર છે. ચીને અગાઉ કીડીખાઉને સૌથી ઉંચા સ્તરની સુરક્ષિત પ્રજાતિ ગણાવી હતી. ત્યારબાદ ચીનની ચીની ફાર્માસ્યુટિકલ કંપનીઓના દબાણને કારણે થોડી ઢીલાશ વર્તવામાં આવી રહી હતી.

કીડીખાઉ કોરોના કેરિયર હોવાની આશંકા

·         મેમાં આવેલી એક રિસર્ચ સ્ટડીમાં ચીનના બે સાયન્ટિસ્ટ્સ કાંગપેંગ ઝિયાઓ, જુન્કિયોનગ ઝાઇ ઇસ એ પરિણામ પર પહોંચ્યા હતા કે, કોવિડ-19 માહામારીનો Sars-CoV-2 વાઇરસ પેદા કરવામાં કીડીખાઉ અને ચામાચીડિયાં બંનેની ભૂમિકા છે.

·         સાઉથ ચાઇના એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીની વેટરનરી મેડિસિનના સંશોધકોએ રિસર્ચ પેપરમાં પહેલીવાર તેમના દાવાની તરફેણમાં ખાતરીપૂર્વકના પુરાવા પૂરા પાડ્યા છે. વૈજ્ઞાનિકોએ મલયન જાતિના કીડીખાઉ અને 4 વિશેષ જીન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ તારણો કાઢ્યાં છે. તેમને કીડીખાઉમાં જે કોરોના વાઇરસ મળ્યો તેનું એમિનો એસિડ માણસોમાં ફેલાયેલા વાઇરસના જિનેટિક મટિરિયલ એટલે કે RNAथी 100%, 98.6%, 97.8% અને 90.7% સમાન છે.

સ્પાઈક પ્રોટીનથી સંકેત મળ્યા
મલયન કીડીખાઉમાં મળેલા વાઈરસમાં કોશિકાઓ પર આક્રમણ કરી રહેલા સ્પાઈક પ્રોટીન મળ્યા છે. તે આબેહુબ એવા જ છે જેનો ઉપયોગ કોરોનાવાઈરસ માણસોમાં કરી રહ્યો છે. તેને વૈજ્ઞાનિક ભાષામાં રિસેપ્ટર બાઈંડિંગ ડોમેન કહેવાય છે.વાઈરસની કડીઓને જોડવામાં જીનોમ સીકવન્સ અર્થાત જીનેટિક મટિરિયલનો ક્રમાનુસાર સરખામણી ની પ્રક્રિયા અગત્યની છે. એક નવાં રિસર્ચમાં આ પ્રક્રિયાનો ઉપયોગ કરી વૈજ્ઞાનિક એ તારણ પણ પહોંચ્યાં છે કે કીડીખાઉ-CoVની સંરચા માણસોમાં ફેલાયેલા નવાં SARS-CoV-2 અને ચામાચીડિયાના Sars-CoV RaTG13 નામના વાઈરસ સમાન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post