• Home
  • News
  • ફોર્બ્સે આપી વિશ્વના અમીરોની યાદી:મુકેશ અંબાણી એશિયામાં નંબર-1, બેઝોસને સૌથી વધુ નુકસાન થયું; અદાણી ટોપ-20માં પણ નહીં
post

જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે કારણ કે એમેઝોનના શેરમાં 38%નો ઘટાડો થયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-05 19:01:02

વોશિંગ્ટન: ફોર્બ્સે મંગળવાર, 4 એપ્રિલના રોજ વિશ્વના અબજોપતિઓની તેમની 37મી વાર્ષિક યાદી બહાર પાડી. આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ સતત બીજા વર્ષે ટોપ-10માં સ્થાન મેળવ્યું છે. તેઓ 2023માં $83.4 બિલિયનની નેટવર્થ સાથે 9મા ક્રમે રહ્યા, જ્યારે 2022માં તેઓ $90.7 બિલિયનની નેટવર્થ સાથે 10મા ક્રમે હતા.

મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. આ વર્ષની યાદીમાં મુકેશ અંબાણી માઈક્રોસોફ્ટના સ્ટીવ બાલ્મર, ગૂગલના લેરી પેજ અને સર્ગેઈ બ્રિન, ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને ડેલ ટેક્નોલોજીના માઈકલ ડેલથી આગળ છે. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પહેલા નંબરે બર્નાર્ડ આર્નોલ્ટ, બીજા નંબરે એલોન મસ્ક અને ત્રીજા નંબરે જેફ બેઝોસ છે.

આ યાદીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 24મા નંબરે છે. અદાણી 24 જાન્યુઆરીએ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. ત્યારે તેમની કુલ સંપત્તિ લગભગ $126 બિલિયન હતી. અમેરિકા શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલને પગલે તેમની કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. તેમની કુલ નેટવર્થ હવે $47.2 બિલિયન છે અને તેઓ અંબાણી પછી બીજા સૌથી ધનિક ભારતીય છે.

દુનિયાના ટોપ-10 અમીર વ્યક્તિ

બર્નાર્ડ આર્નોલ્ટ (ફ્રાન્સ)

211 અબજ ડોલર

એલોન મસ્ક (અમેરિકા)

180 અબજ ડોલર

જેફ બેઝોસ (અમેરિકા)

114 અબજ ડોલર

લેરી એલિસન (અમેરિકા)

107 અબજ ડોલર

વોરેન બફેટ (અમેરિકા)

106 અબજ ડોલર

બિલ ગેટ્સ (અમેરિકા)

104 અબજ ડોલર

માઈકલ બ્લૂમબર્ગ (અમેરિકા)

94.5 અબજ ડોલર

કાર્લોસ સ્લિમ હેલુ (મેક્સિકો)

93 અબજ ડોલર

મુકેશ અંબાણી (ભારત)

83.4 અબજ ડોલર

સ્ટીવ બાલ્મર (અમેરિકા)

80.7 અબજ ડોલર

ટોપ 25 અમીરોની નેટવર્થ 2.1 ટ્રિલિયન ડોલર
ફોર્બ્સની યાદી પ્રમાણે, દુનિયાના 25 સૌથી ધનિક લોકોની કુલ નેટવર્થ $2.1 ટ્રિલિયન છે, જે 2022માં $2.3 ટ્રિલિયન હતી. એટલે કે આ વર્ષે દુનિયાના 25 સૌથી અમીર લોકોની કુલ નેટવર્થમાં $200 બિલિયનનો ઘટાડો થયો છે.

જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું
જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે કારણ કે એમેઝોનના શેરમાં 38%નો ઘટાડો થયો છે. આ ઘટાડાથી બેઝોસની કુલ સંપત્તિમાં $57 બિલિયનનો ઘટાડો થયો. 2022માં તેઓ અમીરોની યાદીમાં દુનિયામાં બીજા ક્રમે હતા અને આ વર્ષે તેઓ 3 નંબરે પહોંચી ગયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post