• Home
  • News
  • ચીનને હદમાં રહેવાનો ઈશારો:નેપાળમાં હવે વિદેશી ડિપ્લોમેટ્સ સીધા રાષ્ટ્રપતિ અથવા નેતાઓને નહીં મળી શકે, ચીનની એમ્બેસેડરની હરકતથી દેશમાં નારાજગી
post

નેપાળમાં વિદેશી ડિપ્લોમેટ્સ અહીં સતત અલગ-અલગ પાર્ટીઓના નેતાઓ સાથે સીધી મુલાકાત કરતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-27 12:00:13

નેપાળના વિદેશ મંત્રાલયે વિદેશી રાજકીય અધિકારીઓ માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. એટલે કે વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર ડિપ્લોમેટિક કોડ ઓફ કન્ડક્ટ બદલવાનું આયોજન કરી રહી છે. આ અંતર્ગત હવે કોઈ પણ વિદેશી ડિપ્લોમેટ કોઈ પણ નેતાની સીધી મુલાકાત નહીં કરી શકે. તે માટે બીજા દેશોની જેમ એક ચોક્કસ કરેલી પ્રક્રિયા અથવા પ્રોપર ડિપ્લોમેટિક પ્રોટોકોલ અને ચેનલ બનાવવામાં આવશે.

અમુક મહિનાઓથી નેપાળમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે. આ દરમિયાન ચીનના એમ્બેસેડરે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP)ના ઘણાં નેતાઓ સહિત રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી સાથે પણ સીધી મુલાકાત કરી હતી. આ વિશે નેપાળી મીડિયા અને સામાન્ય લોકોએ ઘણાં સવાલ ઉભા કર્યા છે.

પરિવર્તનની જરૂર કેમ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નેપાળની ફોરેન મિનિસ્ટ્રી ઈચ્છે છે કે, ડિપ્લોમેટિક પ્રોટોકોલનું કડક રીતે પાલન થવું જોઈએ. નેપાળમાં પણ એ જ નિયમો હોવા જોઈએ જે અન્ય દેશોમાં છે. વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલીએ માન્યું છે કે, કોડ ઓફ કન્ડક્ટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. 2016માં કોડ ઓફ કન્ડક્ટમાં ફેરફારનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારપછી તેના પર કોઈ અમલ કરવામાં આવ્યો નહતો.

તૈયારી પણ શરૂ
ફોરેન મિનિસ્ટ્રીએ સાત પ્રાંતોમાં તેના સાત સેક્શન ઓફિસર મોકલ્યા છે. તેની તહેનાતી હવે અહીં જ રહેશે. તે સેક્શન ઓફિસરની જવાબદારી હશે કે કોઈ પણ ફોરેન ડિપ્લોમેટ રાજ્યના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી સાથે પ્રોટોકોલ તોડીને મુલાકાત ન કરી શકે. આ નિયમની સીમામાં તમામ રાજકીય દળ અને નેતા આવશે. આ કવાયતનો હેતું છે કે ફોરેન ડિપ્લોમેટ્સ અને મિશન નિયમોનું સખ્તાઈથી પાલન કરે.

ચીનના રાજદૂતની હરકત
એપ્રિલ અને જુલાઈની શરૂઆતમાં ચીનના એમ્બેસેડર હો યાંગકીએ રાષ્ટ્રપતિ બિદયા દેવી ભંડારી સાથે સીધી મુલાકાત કરી. એનપીસીપીના ઘણા નેતાઓ અને વડાપ્રધાન ઓલી સાથે પણ તેમણે પ્રોટોકોલની વિરુદ્ધ મુલાકાત કરી. તેનાથી નેપાળમાં નારાજગી દેખાઈ. ભારતના એમ્બેસેડર વિશે એ પણ કહેવામાં આવ્યું કે તેઓ સીધા નેતાઓની સાથે મુલાકાત કરે છે. આ દરમિયાન લદ્દાખમાં ચીન અને ભારતનો તણાવ ચરમ સીમા પર હતો. ચીનની જેમ નેપાળે પણ ભારતને આંખો દેખાડવાની કોશિશ કરી હતી.