• Home
  • News
  • વિવાદ અંગે પ્રતિક્રિયા:જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું, ‘જમ્મુ-કાશ્મીરના ધ્વજ સાથે જ ત્રિરંગો ઉપાડીશ’
post

સોમવારે કહ્યું કે ધારાસભ્ય બન્યા બાદ તેમણે જમ્મુ-કાશ્મીરમાં બંધારણમાં આસ્થા રાખવા અને ભારતની એકતા અને અખંડતાની રક્ષા કરવાના શપથ લીધા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 12:14:48

જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના ત્રિરંગો ન ઉપાડવાના નિવેદન અંગે રાજ્યમાં ગત દિવસોથી હોબાળો મચી ગયો છે. મુફ્તીએ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી નિવેદન બદલ્યું છે. સોમવારે કહ્યું કે ધારાસભ્ય બન્યા બાદ તેમણે જમ્મુ-કાશ્મીરમાં બંધારણમાં આસ્થા રાખવા અને ભારતની એકતા અને અખંડતાની રક્ષા કરવાના શપથ લીધા હતા. આ બંને વસ્તુઓ એકબીજા સાથે ઈન્ટરલિન્ક છે. એવામાં તે જમ્મુ-કાશ્મીરના ધ્વજ સાથે ત્રિરંગો ઉપાડવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે 14 મહિનાની કસ્ટડીમાં રહ્યા બાદ મુફ્તી જ્યારે મુક્ત થયાં હતાં ત્યારે તેમણે કહ્યું હતું કે આર્ટિકલ 370ની બહાલી થવા સુધી તે ત્રિરંગો નહીં ઉપાડે. ઉલ્લેખનીય છે કે કલમ 370 રદ કર્યા બાદ જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો રદ કરી દેવાયો હતો. જેના બાદ મુખ્યધારાના મોટાભાગના નેતાઓને અટકાયતમાં લેવાયા હતા. તાજેતરમાં જ મહેબૂબા મુફ્તીને પણ મુક્ત કરી દેવાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post