• Home
  • News
  • મહિન્દ્રા ગ્રુપના પૂર્વ ચેરમેન કેશબ મહિન્દ્રાનું નિધન:1963થી 2012 સુધી ગ્રુપની કમાન સંભાળી, દેશના સૌથી વૃદ્ધ અબજોપતિનું 99 વર્ષની વયે નિધન
post

દેશનું વિભાજન થતાં જ ગુલામ મોહમ્મદે કંપનીની નહીં પણ પાકિસ્તાનની પસંદગી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-12 19:45:47

નવી દિલ્હી: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)ના ભૂતપૂર્વ ચેરમેન કેશબ મહિન્દ્રાનું આજે નિધન થયું છે. 99 વર્ષીય કેશબ 1963થી 2012 દરમિયાન મહિન્દ્રા ગ્રુપના ચેરમેન હતા. કેશબ મહિન્દ્રા 2012માં નિવૃત્ત થયા, ત્યારબાદ તેમના ભત્રીજા આનંદ મહિન્દ્રાએ કંપનીની કમાન સંભાળી. તેઓ હાલમાં M&M ગ્રૂપના એમિરેટ્સ ચેરમેન છે. તેમણે વર્ષ 1947માં M&Mમાં શરૂઆત કરી હતી.

કેશબ મહિન્દ્રા દેશના સૌથી વૃદ્ધ અબજોપતિ હતા
આનંદ મહિન્દ્રાના કાકા કેશબ મહિન્દ્રા 1.2 બિલિયન ડોલરની નેટવર્થ સાથે દેશના સૌથી વૃદ્ધ ભારતીય અબજોપતિ હતા. તે જ વર્ષે ફોર્બ્સ મેગેઝિને વિશ્વભરના અબજોપતિઓની જાહેર કરેલી યાદીમાં આ માહિતી આપી હતી. અગાઉ વર્ષ 2007માં તેમને અર્ન્સ્ટ એન્ડ યંગ તરફથી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ મળ્યો હતો.

અમેરિકામાંથી અભ્યાસ કર્યો
કેશબ મહિન્દ્રા યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ 1947માં મહિન્દ્રા કંપનીમાં જોડાયા હતા. લાંબા સમય સુધી કામ કર્યા પછી, તેમને 1963માં આ ગ્રુપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેઓ ઓગસ્ટ 2012 સુધી આ પદ પર રહ્યા હતા.

કંપની આઝાદી પહેલા શરૂ થઈ હતી
જ્યારે દેશ આઝાદી માટે લડી રહ્યો હતો, તે જ સમયે કે.સી. મહિન્દ્રા, જે.સી મહિન્દ્રા અને મલિક ગુલામ મોહમ્મદે મહિન્દ્રા એન્ડ મોહમ્મદ નામથી કંપની શરૂ કરી હતી. તેની શરૂઆત 2 ઓક્ટોબર 1945ના રોજ લુધિયાણા, પંજાબમાં સ્ટીલ ટ્રેડિંગ કંપની તરીકે થઈ હતી. જે.સી મહિન્દ્રા નેહરુ અને ગાંધીના વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. આ જ કારણ હતું કે કંપનીમાં ગુલામ મોહમ્મદનો નાનો હિસ્સો હોવા છતાં, તેમનું નામ કંપનીના સ્થાપકની યાદીમાં સામેલ કરવામાં આવ્યું, જેથી એકતાનો સંદેશ દેશના લોકો સુધી પહોંચી શકે.

દેશના વિભાજનથી કંપની મહિન્દ્રા એન્ડ મોહમ્મદથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બની
દેશનું વિભાજન થતાં જ ગુલામ મોહમ્મદે કંપનીની નહીં પણ પાકિસ્તાનની પસંદગી કરી. તેઓ પાકિસ્તાન ગયા અને ત્યાંના પ્રથમ નાણામંત્રી તરીકે ચૂંટાયા. બાદમાં 1951માં આ ગુલામ મોહમ્મદ પાકિસ્તાનના ગવર્નર પણ બન્યા હતા. ગુલામની વિદાય બાદ કંપનીના વેપારને પણ અસર થઈ હતી.

કંપનીના નામને લઈને ઘણી ચર્ચા થઈ હતી, કારણ કે કંપની સાથે સંબંધિત તમામ સ્ટેશનરી M&M નામથી છપાઈ રહી હતી, આવી સ્થિતિમાં કંપનીનું નામ કંઈક બીજું રાખવું નુકસાન થઈ થાય તેવું હતું. છેલ્લે જે.સી મહિન્દ્રાએ હોશિયારીપૂર્વક કંપનીના M&M ટેગને જાળવી રાખીને મહિન્દ્રા એન્ડ મોહમ્મદનું નામ બદલીને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કર્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post