• Home
  • News
  • પૂર્વ મંત્રી ઈશ્તિયાકે કહ્યુ- સમય જ જણાવશે કે લોકડાઉન કેટલું કારગત, લોકોના દબાણથી લિપુલેખ મુદ્દો ઉઠ્યો, અહીં ભારતમાંથી 99% સંક્રમિતો આવ્યા
post

નેપાળમાં અત્યાર સુધી લોકડાઉનના છ તબક્કા લાગુ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 11:18:38

લિપુલેખ: કાલાપાની અને લિમ્પિયાધુરા અંગે ભારત-નેપાળ વચ્ચે વિવાદ છે. ત્યારે કોરોના વાઈરસનું સંક્રમણ વધવા પાછળ નેપાળ ભારતને જવાબદાર ઠેરવી રહ્યું છે. આ બન્ને મુદ્દા ઉપર નેપાળના પૂર્વ મંત્રી મોહમ્મદ ઈશ્તિયાક રાય સાથે વાતચીત કરી. ઈશ્તિયાક રાય 19 મહિના 15 દિવસ નેપાળ સરકારમાં જનતા સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિ તરીકે રહ્યા. સરકારમાં તેઓ શહેરી વિકાસ મંત્રી રહ્યા હતા, સાથે તેમની પાર્ટીના બે અન્ય સભ્યો પણ અલગ-અલગ વિભાગમાં મંત્રી રહ્યા હતા. છેલ્લા ત્રણ મહિના પહેલા તેમની પાર્ટી સરકારથી અલગ થઈ છે. જેવું તેઓએ જણાવ્યું છે તે પ્રમાણે લખ્યું છે...

ભારત હોય કે નેપાળ લોકડાઉનની એક જેવી સ્થિતિ
પૂર્વ મંત્રી મોહમ્મદ ઈશ્તિયાક રાયે જણાવ્યું કે ભારત હોય કે અન્ય દેશ લોકડાઉનની એક જેવી સ્થિતિ છે. નેપાળમાં છ તબક્કામાં લોકડાઉન લાગી ચૂક્યું છે. તે કેટલું કારગત નિવડશે તે ભવિષ્ય જ બતાવશે. અહીં જરૂરી સેવા ચાલું છે. માસ્ક ફરજીયાત કરાયું છે. માસ્ક વગર જાહેર સ્થળે લોકોને જવા દેવામાં આવતા નથી. જોકે કોઈ દંડ નથી. પરંતુ નિયમ તોડનારને પોલીસ પોતાની રીતે સજા આપે છે. લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને પાસની કોઈ જરૂર નથી.બાકીના લોકો માટે પાસ જરૂરી હતા. તે માટે સિસ્ટમ બનાવાઈ હતી.

મનરેગાની જેમ અહીં ગામમાં કામ આપવામાં આવી રહ્યું છે
ભારતમાં જેવી રીતે ગ્રામ સભાઓ છે, તેવી રીતે નેપાળમાં પાલિકાઓ છે. અહીં ફૂડ ચેનની જવાબદારી પાલિકાઓ ઉઠાવી રહી છે. અમુક જગ્યાએ મુશ્કેલી છે, પરંતુ તે ઝડપથી ઠીક થઈ જશે. 5 લોકોના પરીવારને 15-15 કિલો ચોખા અને ઘઉં તેમજ બીજો જરૂરી સામાન આપવામાં આવી રહ્યો છે. જેવી રીતે ભારતમાં મનરેગા છે, તેવી રીતે અહીં લોકોને કામ આપવામાં આવી રહ્યું છે.લેબર મિનિસ્ટ્રી દ્વારા પહેલાજ કાયદો બનાવાયો હતો કે ગ્રામજનોને ગામમાં જ કામ આપવામાં આવે. તે હાલ ચાલી રહ્યું છે.પાકિસ્તાન અને ભારત કરતા નેપાળની સ્થિતિ સારી છે. ફ્રન્ટ લાઈન વોરિયર્સને 25 લાખનો વિમો અપાયો છે. તેમની સુરક્ષાને લઈને સરકાર સંવેદનશીલ છે.

અર્થવ્યવસ્થા ઉપર ખરાબ અસર થઈ, સરકારે નાણાકીય મદદ ન કરી
અર્થવ્યવસ્થાની વાત કરીએ તો નેપાળમાં પ્રવાસન એકદમ સમાપ્ત થયું છે. નેપાળની અર્થવ્યવસ્થાને જોવામાં આવે તો જે લોકો અહીંથી ખાડી દેશોમાં કામ કરવા જાય છે, જેઓ ભારત કે અન્ય દેશોમાં છે, તેઓ ઉપર દેશની અર્થવ્યવસ્થા ટકેલી છે. આવા લગભગ 40થી 50 લાખ લોકો છે. આમાંથી 20થી 25 લાખ લોકો લોકડાઉન પછી પરત આવી જશે એવી સંભાવના છે. આવામાં અન્ય દેશોની જેમ નેપાળની અર્થવ્યવસ્થા ઉપર ખરાબ અસર થશે. જેની અસર સામાન્ય લોકો ઉપર પણ થશે.


પરંતુ હજુ કોઈ નાણાકીય મદદ સરકાર તરફથી કરાઈ નથી. તરાઈથી લઈ પહાડ સુધી લોકો પરેશાન છે. શહેરોમાંથી લોકો જતા રહ્યા છે. શહેરો ખાલી થઈ ગયા છે. શરૂઆતના 15થી 20 દિવસો તો આવી રીતે જ નિકળી ગયા. પછી સરકારને ભાન થયું. તેણે અપીલ કરી કે જે લોકો જવા માંગે છે તેઓ રજિસ્ટ્રેશન કરાવે. ત્યાર પછી મજૂરોને ઘરે પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરાઈ.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post