• Home
  • News
  • પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ ઈદ પછી લંડનથી પાકિસ્તાન પાછા ફરશે
post

પનામા પેપર્સમાં નામ ખુલ્યા બાદ નવાઝ શરીફે ૨૦૧૭માં વડાપ્રધાનપદ છોડવું પડયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-12 10:59:12

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લંડનમાં સારવાર લઈ રહ્યા છે. ઈદ પછી નવાઝ લંડનથી પાકિસ્તાન પાછા ફરે તેવી શક્યતા છે. પીએમએલ-એનના નેતા જાવેદ લતિફે કહ્યું હતું કે સાથી પક્ષોના નેતાઓ સાથે વાતચીત કર્યા પછી નવાઝ શરીફની પાકિસ્તાન વાપસી બાબતે નિર્ણય લેવાશે. ૭૨ વર્ષના નવાઝ શરીફ સામે ઈમરાન ખાનની સરકારે ભ્રષ્ટાચારનો કેસ ચલાવ્યો હતો.

પનામા પેપર્સમાં નામ ખુલ્યા બાદ નવાઝ શરીફે ૨૦૧૭માં વડાપ્રધાનપદ છોડવું પડયું હતું. ૨૦૧૯થી નવાઝ શરીફ લંડનમાં સારવાર લઈ રહ્યા હતા. લાહોર હાઈકોર્ટે ૨૦૧૯માં નવાઝ શરીફને સારવાર માટે વિદેશ જવાની પરવાનગી આપી હતી. ઈમરાન ખાનની સરકારનું પતન થયું તે સાથે જ નવાઝ શરીફ પાછા ફરશે તેવી અટકળો પાકિસ્તાનના મીડિયામાં થતી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post