• Home
  • News
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ:બરાક ઓબામાએ ટ્વીટ કરી જાણકારી આપી; કહ્યુ - છેલ્લા કેટલાય દિવસથી ગળું ખરાબ હતું, હાલ તબિયત સારી
post

ઓબામા ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર, જ્યોર્જ ડબ્લ્યૂ બુશ, બિલ ક્લિન્ટન અને પૂર્વ પ્રથમ મહિલાઓ ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોના વેક્સિનેશનને પ્રોત્સાહન આપતા એક વીડિયોમાં એકસાથે જોવા મળ્યાં હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-14 11:00:47

ન્યૂયોર્ક : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મામલે તેમણે ટ્વીટ કરી જાણકારી આપી હતી. બરાક ઓબામા એ ટ્વીટ કરી માહિતી આપી હતી કે, ‘છેલ્લા કેટલાય દિવસથી મારા ગળાની સ્થિતિ ખરાબ હતી, પણ હાલ મારી તબિયત સારી છે. મિશેલ અને હું વેક્સિનેશન માટે અને તેને પ્રોત્સાહિત કરવા માટે આભારી છીએ. તેનો (મિશેલનો) ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના કેસ ઓછાં થયા છે છતાં તમે હજુ વેક્સિન ના લીધી હોય તો આ તમારા માટે રિમાઇન્ડર છે.

વેક્સિનનને પ્રોત્સાહિત કરતા વીડિયોમાં જોવા મળ્યા હતા
ઓબામા ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર, જ્યોર્જ ડબ્લ્યૂ બુશ, બિલ ક્લિન્ટન અને પૂર્વ પ્રથમ મહિલાઓ ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોના વેક્સિનેશનને પ્રોત્સાહન આપતા એક વીડિયોમાં એકસાથે જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત તે વીડિયોમાં કોરોના પેન્ડેમિક પહેલાંની કેટલીક યાદો તાજી કરી હતી. ઓબામા વીડિયોમાં કહે છે કે, ‘આ રસી એક આશા છે. જે તમને અને તમારા પરિવારને આ ખતરનાક અને ઘાતકી બીમારીથી બચાવશે’. આ ઉપરાંત ઓગસ્ટમાં ઓબામાએ કોરોના વાયરસના ડેલ્ટા સંક્રમણને કારણે પોતાનો 60મો જન્મદિવસ સમારોહ મોકૂફ રાખ્યો હતો.

બે વર્ષ પહેલાં બ્રિટનના PM થયા હતા કોરોના પોઝિટિવ
અંદાજે બે વર્ષ પહેલાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં મારામાં કોરોના વાઈરસના લક્ષણો જોવા મળ્યા છે અને કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું હવે સંપૂર્ણપણે સેલ્ફ-આઈસોલેટીંગમાં છું. જોકે, અમે આ વાઈરસ સામે લડવા માટે વિડિયો-કોન્ફરન્સિંગ મારફતે સરકારનું નૈતૃત્વ કરવાનું ચાલુ રાખીશ.

adv

Related News

post
post
post
post
post
post
post