• Home
  • News
  • US કેનેડા બોર્ડર પાસે જોવા મળ્યું ચોથું ફ્લાઇંગ ઓબ્જેક્ટ:જમીનથી 20 હજાર ફૂટ ઉપર ઊડી રહ્યું હતું, અમેરિકન એરફોર્સે તોડી પાડ્યું
post

એક અમેરિકન અધિકારીએ કહ્યું- લેક હૂરોમાં જોવા મળેલું ચોથું શંકાસ્પદ ફ્લાઇંગ ઓબ્જેક્ટ ઓક્ટાગોનલ સ્ટ્રક્ચરનું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-13 17:54:19

અમેરિકા-કેનેડા બોર્ડર પાસે ભારતીય સમય પ્રમાણે રવિવારે મોડી રાતે એક ફ્લાઇંગ ઓબ્જેક્ટ જોવા મળ્યું. અમેરિકન એરફોર્સના F-16 ફાઇટર જેટે તેને તોડી પાડ્યું છે. છેલ્લાં એક અઠવાડિયામાં જોવામાં આવેલું આ ચોથું ફ્લાઇંગ ઓબ્જેક્ટ છે જેને તોડી પાડવામાં આવ્યું છે. હવે તેના કાટમાળની શોધખોળ કરવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિ જો બાઇડેને બોર્ડર ઉપર જોવા મળેલાં આ ફ્લાઇંગ ઓબ્જેક્ટને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે પછી અમેરિકી ફાઇટર જેટે કાર્યવાહી કરી

એક અમેરિકન અધિકારીએ કહ્યું- લેક હૂરોમાં જોવા મળેલું ચોથું શંકાસ્પદ ફ્લાઇંગ ઓબ્જેક્ટ ઓક્ટાગોનલ સ્ટ્રક્ચરનું હતું. તેમાં થોડાં તાર લટકી રહ્યા હતાં. જોકે, તેનાથી મિલિટ્રીને કોઈ પ્રકારનો ખતરો હતો નહીં. પરંતુ તે જમીનથી 20 હજાર ફૂટ ઉપર ઉડી રહ્યું હતું, એટલે તે સિવિલ એવિએશન માટે સંકટ બની શકતું હતું. જેના કારણે તેને તોડી પાડવામાં આવ્યું છે.

પહેલાં પણ અમેરિકામાં 2, કેનેડામાં એક ઓબ્જેક્ટ જોવા મળ્યું હતું
અમેરિકામાં પહેલાં પણ આ પ્રકારના બે અને કેનેડામાં એક ઓબ્જેક્ટ જોવા મળ્યું હતું. અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઇડેન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો, તે પછી અમેરિકી એરફોર્સના ફાઇટર જેટ્સે એક્શન લીધું અને બધા ઓબ્જેક્ટને તોડી પાડ્યા છે. આ પ્રકારની ઘટના ચીનમાં પણ થઈ. ત્યાં પણ 12 ફેબ્રુઆરીએ ક્વિંગદાઓ શહેરના દરિયા કિનારે ફ્લાઇંગ ઓબ્જેક્ટ જોવા મળ્યું હતું.

હવે વિસ્તારમાં સમજો ક્યારે-ક્યારે જોવા મળ્યું ફ્લાઇંગ ઓબ્જેક્ટ

·         અમેરિકામાં સૌથી પહેલાં 5 ફેબ્રુઆરીએ સ્પાઈ બલૂન જોવા મળ્યું હતું અમેરિકાના મોન્ટાના શહેરમાં 2 ફેબ્રુઆરીએ ચીની સ્પાઈ બલૂન જોવા મળ્યું હતું. અહીં એરફોર્સનું સ્પેશિયલ બેસ છે, જ્યાંથી ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ ઓપરેટ કરવામાં આવે છે. આખા અમેરિકામાં આવા ત્રણ એરબેસ છે.

5 ફેબ્રુઆરીએ અમેરિકી વાયુસેનાએ કેરોલિના તટ પાસે F-22 ફાઇટર જેટથી આ સ્પાઇ બલૂનને તોડી પાડ્યું હતું. આ ઘટના પછી અમેરિકા અને ચીનમાં તણાવ ખૂબ જ વધી ગયો. ચીને અમેરિકાની આ કાર્યવાહી સામે સખત નિરાશા વ્યક્ત કરી હતી. ચીને કહ્યું હતું કે બલૂન નષ્ટ કરીને અમેરિકાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

·         10 ફેબ્રુઆરીએ અલાસ્કામાં ફ્લાઇંગ ઓબ્જેક્ટ જોવા મળ્યું

10 ફેબ્રુઆરીએ અમેરિકાના અલાસ્કામાં એક ફ્લાઇંગ ઓબ્જેક્ટ જોવા મળ્યું હતું. તે સમયે પણ અમેરિકી ફાઇટર જેટે 40 હજાર ફૂટની ઊંચાઈએ જોવા મળેલાં આ ઓબ્જેક્ટને તોડી પાડ્યું હતું. આ ઓબ્જેક્ટની ગતિ 64 કિમી પ્રતિ કલાક હતી. જેનાથી કોમર્શિયલ ફ્લાઇટ્સને ખતરો હતો.


·         12 ફેબ્રુઆરીએ કેનેડામાં જોવા મળ્યું શંકાસ્પદ ફ્લાઇંગ ઓબ્જેક્ટ

કેનેડાના યુકોન પ્રાંતમાં 12 ફેબ્રુઆરીએ સિલેંડ્રિકલ આકારનું ફ્લાઇંગ ઓબ્જેક્ટ જોવા મળ્યું હતું. તેને અમેરિકી ફાઇટર જેટ F-22એ તોડી પાડ્યું હતું. કેનેડાની ફોર્સ જલ્દી જ તેનો કાટમાળ તપાસ માટે મોકલશે. તેની સાથે જોડાયેલાં ફોટો, વીડિયો અને અન્ય જાણકારીઓ જણાવવામાં આવી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post