• Home
  • News
  • ફ્રાન્સમાં ફરી વધ્યું સંક્રમણ, એક દિવસમાં પાંચ હજારથી વધારે કેસ નોંધાયા; વિશ્વમાં 2.43 કરોડ કેસ
post

વિશ્વમાં 8 લાખથી વધારે લોકોના મોત, 1.68 કરોડ લોકો સાજા થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 10:14:53

વિશ્વમાં કોરોના વાઈસરના અત્યાર સુધીમાં 2 કરોડ 43 લાખ 23 હજાર 81 કેસ નોંધાયા છે. તેમા 1 કરોડ 66 હજાર 511 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે 8 લાખ 28 હજાર 277 લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે. ફ્રાન્સમાં સંક્રમણના કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે.અહીં બુધવારે 5429 કેસ નોંધાયા છે. આ બધા કેસ એ વિસ્તારમાં નોંધાયા છે જ્યા બીજીવાર લોકડાઉન હટાવાયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે જરૂર પડશે તો આ વિસ્તારમાં ફરી લોકડાઉન લાગુ કરાશે. ફ્રાન્સમાં કુલ કેસ અઢી લાખથી વધી ગયા છે.

સ્પેન: અહીં પણ સ્થિતિ સારી નથી
યુરોપના દેશો સંક્રમણના બીજા તબક્કાનો સામનો કરી રહ્યા છે. હેલ્થ મિનિસ્ટ્રી મુજબ 3594 કેસ બુધવારે નોંધાયા હતા. આજે હેલ્થ મિનિસ્ટ્રીના અધિકારીઓની બેઠક યોજાશે, તેમા વેક્સીનના કામની સમીક્ષા અને હાલના સમયમાં ઉપલબ્ધ દવા અંગે ચર્ચા કરાશે. દેશમાં છ મહિના પહેલા પ્રથમ કેસ નોંધાયો હતો.

 

જોર્ડન: અમ્માનમાં લોકડાઉન
જોર્ડનમાં ફરી એકવાર લોકડાઉનની તૈયારી છે.પ્રથમ ચરણમાં રાજધાની અમ્માનમાં લોકડાઉન કરાશે. અહીંથી હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું કે હવે કડક પગલા ભરવા છીવાય કોઈ રસ્તો નથી. જો લોકોએ સાવધાનની રાખી હોત તો આ પગલા ભરવા ન પડત. શુક્રવારે અમ્માનમાં લોકડાઉન લાગુ થશે. લોકડાઉન એટલું કડક હશે કે મેડિકલ સ્ટોર્સ સિવાય કોઈ બિઝનેસ ખોલવાને મંજૂરી નહીં અપાય.

સાઉથ કોરિયા: ડોક્ટરની રજા રદ્દ
સાઉથ કોરિયામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ કારણે તમામ ડોક્ટરોની રજા રદ્દ કરાઈ છે અને તેઓને કામ ઉપર હાજર થવા કહેવાયું છે. આમ છતાં અહીંના ડોક્ટરોએ ત્રણ દિવસની હડતાલ ઉપર જવાની વાત કરી છે. બીજી તરફ સરકાર આ સ્થિતિ ઉપર નિયંત્રણ ઈચ્છે છે.