• Home
  • News
  • કેનેડાના ક્યૂબેક સિટીમાં ફ્રાન્સ જેવો હુમલો, ચાકુથી 2ની હત્યા, 5 લોકોને ઇજા
post

20 વર્ષીય શકમંદ હુમલાખોરની ધરપકડ કરાઇ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-02 12:17:43

કેનેડાના ક્યૂબેક સિટીમાં ફ્રાન્સ જેવો હુમલો થયો છે. એક યુવકે પાર્લામેન્ટ હિલ નજીક લોકો પર ચાકુથી હુમલો કરી દીધો. આ હુમલામાં બે લોકોના મોત થયા જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સ્થાનિક સમયાનુસાર શનિવારે રાત્રે 10:30 વાગ્યે ચૈટો ફ્રોન્ટેનૈક નજીક આ હુમલો થયો. ક્યૂબેક સિટીના પોલીસ પ્રવક્તા એટિએન ડોયોને રવિવારે જણાવ્યું કે 20 વર્ષીય શકમંદ હુમલાખોરની શહેરના ઓલ્ડ પોર્ટ નજીક ધરપકડ કરાઇ છે. આ બનાવ સંદર્ભે દરેક એન્ગલથી તપાસ કરાઇ રહી છે.