• Home
  • News
  • નીરવ મોદીના ભાઈએ USમાં 19 કરોડના ડાયમંડ ચાઉ કર્યા, નેહલ મોદી સામે ન્યૂયોર્કમાં કેસ, બંને ભાઈ PNB કૌભાંડના આરોપી
post

2.6 મિલિયન ડોલરથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 11:11:30

નીરવ મોદીના ભાઇ નેહલ મોદી સામે અમેરિકાની હીરા કંપની સાથે 19 કરોડ રૂ.ની છેતરપિંડીનો આરોપ મુકાયો છે. ન્યૂયોર્કની કોર્ટમાં તેની સામે કેસ ચાલશે. નેહલ ભારતમાં પણ નીરવ સાથે 13,500 કરોડ રૂ.ના પીએનબી કૌભાંડમાં આરોપી છે. મામલો વર્ષ 2015નો છે. નેહલે એલએલડી ડાયમંડ્સ યુએસએ પાસેથી અન્ય એક કંપનીને વેચવા માટે હીરા લીધા હતા. કંપનીને તેણે 8 લાખ ડોલરના હીરા આપવા કહ્યું અને દાવો કર્યો કે તે આ હીરા કૉસ્ટકો હોલસેલ કોર્પો. નામની કંપનીને સંભવિત વેચાણ માટે બતાવશે. બાદમાં જ્યારે એલએલડીને છેતરપિંડીની જાણ થઈ ત્યારે તેણે હીરા અથવા પૈસા પાછા માંગ્યા પણ ત્યાં સુધીમાં મોદીએ બધા હીરા વેચી નાંખ્યા હતા. એ પછી એલએલબીએ મેનહટનના પ્રોસિક્યુટરની ઓફિસમાં નેહલ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

2.6 મિલિયન ડોલરથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ
નેહલ મોદી પર મેનહટનની એક ડાયમંડ હોલસેલ કંપની પાસેથી 2.6 મિલિયન ડોલરથી વધુ કિંમતના હીરા લેવા મામલે સુપ્રીમ કોર્ટમાં 'ફર્સ્ટ ડિગ્રીમાં મોટી ચોરી' હોવાનો આરોપ લાગ્યો છે. હવે નેહલ મોદીને ન્યૂયોર્કની સુપ્રીમ કોર્ટમાં કેસનો સામનો કરવો પડશે.

ન્યૂયોર્કના કાયદા હેઠળ પ્રથમ ડિગ્રીમાં મોટી ચોરીના ગુનાનો અર્થ 1 મિલિયન ડોલર કરતા વધુની ચોરી. આ છેતરપિંડીની શરૂઆત 2015માં થઈ હતી, જ્યારે નેહલ મોદીએ એક કંપની સાથે બનાવટી રજૂઆત કરવા માટે LLD ડાયમંડ યુએસએથી આશરે 2.6 મિલિયન હીરા લીધા હતા.

પ્રોસીક્યુશન અનુસાર, માર્ચ 2015માં, નેહલ મોદીએ તેમને લગભગ 800,000 ડોલરના હીરા આપવા કહ્યું અને દાવો કર્યો હતો કે તેઓ તેને કોસ્ટકો હોલસેલ કોર્પોરેશન નામની કંપનીને વેચાણ માટે બતાવશે. કોસ્ટકો એ એક ચેઇન છે જે પોતાના સભ્યો તરીકે જોડાતા ગ્રાહકોને ઓછા ભાવે હીરા વેચે છે.

તમને જણાવી દઈએ કે નેહલ મોદી પંજાબ નેશનલ બેંક સાથે સંબંધિત 13,500 કરોડ રૂપિયા (આશરે 1.9 બિલિયન ડોલર)ની છેતરપિંડીનો કેસ છે. ભારત સતત નેહલને ભારત પાછા લાવવામાં કાર્યરત છે. ભારતની વિનંતી પર ઇન્ટરપોલે પણ નેહલ સામે રેડ નોટિસ પણ જાહેર કરી છે. જોકે, નેહલનું પ્રત્યાર્પણ હજી બાકી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post