• Home
  • News
  • ગલવાન શહીદોને વીરતા પુરસ્કાર આપવા ભલામણ કરાઈ, 26 જાન્યુઆરીના રોજ આપવામાં આવશે ચક્ર સિરીઝના એવોર્ડ
post

ગયા વર્ષે 15-16 જૂનની રાત્રે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં હિંસક ઝપાઝપી થઈ હતી. તેમા 20 સૈનિકો શહીદ થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-12 11:23:04

ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝપાઝપીમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબૂ સહિત જવાનોને વીરતા પુરસ્કાર (ગેલેન્ટરી એવોર્ડ) આપવા માટે ભલામણ કરવામાં આવી છે. સેનાએ ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી) નિમિતે શહીદોને યુદ્ધના સમયે આપવામાં આવતા ચક્ર સિરીઝના એવોર્ડથી સન્માનિત કરવા ભલામણ કરી છે.

યુદ્ધ કાળમાં આપવામાં આવતા ચક્ર સિરીઝના પુરસ્કારોમાં પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્રનો સમાવેશ થાય છે. તે સેનાના સૌથી ઉચ્ચ પુરસ્કારો છે. શાંતિકાળમાં ઓપરેશન સમયે શહીદ થયેલા સૈનિકોને અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર જેવા સન્માન આપવામાં આવે છે.

ગલવાનમાં ગયા વર્ષે હિંસક અથડામણ થઈ હતી
ગલવાનમાં ગયા સપ્તાહે 15-16 જૂનના રોજ ભારતીય સૈનિકોની લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ચીનના સૈનિકો સાથે ઝપાઝપી થઈ હતી. તેમાં ભારતીય સેનાના 16 બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ સહિત 20 જવાન શહીદ થયા હતા. અમેરિકાની ઈન્ટેલિજન્સના અહેવાલ પ્રમાણે આ ઝપાઝપીમાં ચીનના પણ 35 સૈનિક માર્યા ગયા હતા.

કઈ રેજીમેન્ટમાંથી કેટલા જવાન શહીદ થયા?

રેજીમેન્ટ

શહીદોની સંખ્યા

16 બિહાર રેજીમેન્ટ

12 શહીદ

3 પંજાબ રેજીમેન્ટ

3 શહીદ

3 મીડિયમ રેજીમેન્ટ

2 શહીદ

12 બિહાર રેજીમેન્ટ

1 શહીદ

81 માઉન્ટ બ્રિગેડ સિંગલ કંપની

1 શહીદ

81 ફિલ્ડ રેજીમેન્ટ

1 શહીદ

શહીદોની યાદમાં પોસ્ટ તૈયાર કરવામાં આવી
ઈન્ડિયન આર્મીએ ગલવાનમાં શહીદોના નામથી એક પોસ્ટ બનાવી છે. જ્યારે સંરક્ષણ મંત્રાલયે પણ શહીદોના નામ નેશનલ વોર મેમોરિયલમાં નોંધવાનો નિર્ણય લીધો છે. ગલવાનની ઘટના બાદ બન્ને દેશ વચ્ચે તણાવની સ્થિતિ વધી ગઈ હતી. બન્ને દેશોએ ઈસ્ટર્ન લદ્દામાં LAC પર 50-50 હજાર સૈનિકો ગોઠવ્યા હતા. અનેક તબક્કાની વાતચીત બાદ સૈનિકોની સંખ્યા ઘટાડવા અંગે સહમતી થઈ હતી.

જવાનોની વીરતાથી ચીનને મોટું નુકસાન થયું
ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકી જણાવ્યું હતું કે 15-16 જૂનની રાત્રે પેટ્રોલિંગ સમયે લોખંડના રોડથી સજ્જ ચીનના સૈનિકોએ ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. પેટ્રોલ પોઇન્ટ-14 પાસે બન્ને દેશના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ. આ ઘટના સમયે ચીન તરફથી આશરે 800 સૈનિક ભેગા થઈ ગયા હતા. જ્યારે ભારતીય સૈનિકોની સંખ્યા ઓછી હતી.

રાત્રીના અંધારામાં ચીનના સૈનિકોએ પથ્થર, લાકડીઓ અને લોખંડના રોડથી હુમલો કરતા હતા. ભારતીય જવાનોએ પણ કર્નલ સંતોષ બાબુના વડપણમાં હુમલાનો જવાબ આપ્યો હતો. તેને પગલે ચીનના સૈનિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને રાત્રીના અંધારામાં તેમના અનેક સૈનિક શિખરો પરથી ગલવાન નદીમાં પડી ગયા હતા.

જોકે ચીને તેના સૈનિકોના મૃત્યુ અંગે કોઈ જ માહિતી જાહેર કરી ન હતી, જોકે અમેરિકાના ઈન્ટેલિજન્સના અહેવાલમાં ચીનના 35થી વધારે સૈનિકો માર્યા ગયાની માહિતી મળી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post