• Home
  • News
  • છૂટાછેડાના અહેવાલ બાદ ગેટ્સ જાહેરમાં દેખાયા, હાથમાં લગ્નની રિંગે સૌનું ધ્યાન ખેંચ્યું!
post

મેલિન્ડા સાથેના ડિવોર્સની જાહેરાત બાદ બિલ ગેટ્સ સૌપ્રથમ વખત મેનહેટનમાં જાહેરમાં દેખાયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-26 11:15:26

ન્યુ જર્સી: માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ આજકાલ તેમની પત્ની મેલિન્ડા ગેસ્ટ સાથે બે દાયકાથી વધુના લગ્નજીવનના ભંગાણને લઈને ચર્ચામાં વધુ છે. બિલ અને મેલિન્ડના ડિવોર્સના અહેવાલ વચ્ચે લાંબા સમય બાદ બિલ ગેટ્સ સૌપ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા છે. જો કે હજી સુધી બિલ ગેટ્સના ડાબા હાથની આંગળીમાં લગ્નની રિંગ જોવા મળી હતી જેને લઈને લોકોમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા.

65 વર્ષીય ગેટ્સ શનિવારે ન્યુ જર્સીના નેવાર્ક એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યારબાદ તે મેનહેટનમાં જાહેર માર્ગ પર દ્રશ્યમાન થયા હતા. ગેટ્સની સાથે કેટલાક સાથીઓ પણ જોવા મળ્યા હતા અને રસપ્રદ વાત એ હતી તેમના ગ્રુપમાં તેમની નાની દીકરી ફીબી તેમજ તેનો બોયફ્રેન્ડ ચાઝ ફ્લીન પણ હતો.

નવાઈની વાત એ હતી કે બિલ ગેટ્સ વધેલી દાઢી સાથે જાહેર માર્ગ પર ટહેલતા જણાયા હતા અને તેમણે માસ્ક પણ પહેર્યું નહતું. બિલ ગેટ્સ હાલમાં મિત્રો સાથે ટહેલતા જોવા મળ્યા જેને લઈને લોકોમાં એવી ચર્ચા પણ વહેતી થઈ છે કે શું તેમને પોતાના ડિવોર્સનું કોઈ દુઃખ છે કે નહીં. આ ઉપરાંત ગેટ્સના હાથમાં તેની મેરેજ રિંગ પણ જોવા મળી હતી.

બિલ અને મેલિન્ડા ગેટ્સે તેમના 27 વર્ષના દાંપત્યજીવનનો અંત લાવવાની જાહેરાત ચાલુ મહિને કરી હતી. લગ્નજીવન દરમિયાન બન્નેને ત્રણ સંતાનો છે જેનિફર, રોરી અને ફીબી છે. ન્યુજર્સીથી બિલ ગેટ્સ તેમના ગ્રુપ સાથે હેલિકોપ્ટરમાં મેનહેટન પહોંચ્યા હતા જ્યાં તેઓ લંચ માટે જતા હોવાનું જણાયું હતું.

બિલ ગેટ્સના છૂટાછેડાની વાત સામે આવતા જ તેમની સામે માઈક્રોસોફ્ટના કાર્યકાળ દરમિયાન ગેરવર્તણૂકની વાતો પણ ઉછળી રહી છે. આ ઉપરાંત પીડોફાઈલ જેફ્રી એપ્સ્ટીન કે જેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા તેની સાથે ગેસ્ટની મિત્રતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

બિલ ગેટ્સ તેમના ખાનગી જેટ દ્વારા નેવાર્ક પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે તેમની દીકરી અને તેનો બોયફ્રેન્ડ પણ હતા. બિલ ગેટ્સના ડાબા હાથમાં રહેલી રિંગે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. લોકો હજુ પણ એ સવાલ કરી રહ્યા છે કે છૂટાછેડાની વાત સામે આવ્યા બાદ પણ બિલ ગેટ્સના બિન્દાસ્ત રીતે રિંગ પહેરીને ફરી રહ્યા છે જે ઘણું બધું કહી જાય છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post