• Home
  • News
  • અશ્વેતના મોત પછી હિંસા અને પ્રદર્શન: વ્હાઈટ હાઉસ પાસે 200 વર્ષ જૂના ચર્ચમાં આગ લગાવાઈ
post

26 મેના રોજ મિનેપોલિસમાં અશ્વેત જોર્જ ફ્લોયડનું મોત થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 11:13:40

વોશિંગ્ટન: અમેરિકામાં અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડનું પોલીસના હાથે મોત થયાના બનાવમાં સ્થિતિ બગડી રહી છે. 50માંથી 40 રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન હિંસા પણ થઈ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ ફ્લોયડના પરીવાર સાથે વાતચીત કરી ચૂક્યા છે. તંત્રની ચિંતા હવે એ છે કે પ્રદર્શનકારીઓ વ્હાઈટ હાઉસ સુધી પહોંચી ગયા છે. રવિવાર મોડી રાત્રે પ્રદર્શનકારીઓએ વ્હાઈટ હાઉસની નજીક રહેલા 200 વર્ષ જૂના ચર્ચમાં આગ લગાવી દીધી હતી. 1816માં બનેલા આ ચર્ચને ચર્ચ ઓફ પ્રેસિડેન્ટ્સ પણ કહેવાતું હતું. વ્હાઈટ હાઉસમાં રહેનાર દરેક અમેરિકાના રાષ્ટ્રપતિ અહીં જતા હતા.

વ્હાઈટ હાઉસે તેના તમામ કર્મચારીઓને એક ઈ-મેઈલ કર્યો છે. જેમાં કહેવાયું છે કે આવતા-જતા દરેક કર્મચારીઓ પોતાના આઈકાર્ડને છૂપાવીને રાખે. આવું એટલા માટે કરાયું છે જેનાથી કર્મચારીઓ પ્રદર્શન કારીઓનો શિકાર ન બની જાય અને કોઈ તેમનો પાસ છીનવી ન લે.

 

adv

Related News

post
post
post
post
post
post
post