• Home
  • News
  • 2 રૂપિયા વધુ આપી દરરોજ મેળવો 2GB ડેટા, 3 મહિના સુધી ચાલશે આ Jio પ્લાન
post

રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના ગ્રાહકોને અલગ-અલગ વેલિડિટી અને ડેટાવાળા અનેક પ્રીપેડ પ્લાનની ઓફર કરે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-12 11:11:11

 નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો  (Reliance Jio) પોતાના ગ્રાહકોને અલગ-અલગ વેલિડિટી અને ડેટાવાળા અનેક પ્રીપેડ પ્લાનની ઓફર કરે છે. જીયોના કેટલાક પ્લાન એવા છે, જે લગભગ એક જેવી કિંમતવાળા છે. તેવામાં ગ્રાહકોને પોતાના માટે યોગ્ય પ્લાનની પસંદગી કરવામાં મુશ્કેલી આવે છે. આજે અમે તમને આવા પ્લાનની વાત કરી રહ્યાં છીએ, જેમાં ગ્રાહકોને 2 રૂપિયા વધુ આપી દરરોજ 2 જીબી ડેટા વધુ મળશે, જે રૂપિયાવાળા પ્લાનમાં નથી. 

જીયોનો 597 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જીયોનો આ પ્લાન હાલમાં આવ્યો છે. પ્લાનની ખાસ વાત છે કે તેમાં ડેટાનો ઉપયોગ કરવાની કોઈ ડેલી લિમિટ નથી. 597 રૂપિયાના પ્લાનમાં 90 દિવસની વેલિડિટીની સાથે કુલ 75 જીબી ડેટા મળે છે. આ ડેટાનો ઉપયોગ ગમે ત્યારે કરી શકાય છે. તેમાં બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ સિવાય જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.

જીયોનો 599 રૂપિયાવાળો પ્લાન, 168GB ડેટા
રિલાયન્સ જીયોના 599 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. એટલે કે જીયોના આ પ્લાનમાં યૂઝર્સને ટોટલ 168GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિડેટ કોલિંગનો ફાયદો મળે છે. દરરોજ 100 ફ્રી એસએમએસ મળે છે. જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પ્લાનમાં આપવામાં આવે છે. 

2 રૂપિયા વધુ આપી દરરોજ 2જીબી ડેટા
જોવામાં આવે તો બંને પ્લાન લગભગ 3 મહિના ચાલે છે. બંને પ્લાનની તુલના કરવા પર જાણ થાય છે કે જો તમે 597 રૂપિયાની જગ્યાએ 599 રૂપિયાવાળા પ્લાનમાં તમારે માત્ર બે રૂપિયા વધારે આપવા પડશે પરંતુ તેમાં દરરોજ વધુ બે જીબી ડેટાનો લાભ મળી રહ્યો છે. 599 રૂપિયાવાળા પ્લાનમાં 168 જીબી, જ્યારે 597 રૂપિયાના પ્લાનમાં 75 જીબી ડેટા મળશે. 597 રૂપિયાનો પ્લાન માત્ર તે યૂઝર્સ માટે યોગ્ય છે, જે સીમિત ડેટાનો ઉપયોગ કરે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post