• Home
  • News
  • દેશી કંપનીઓની ગ્લોબલ તૈયારી, નવા પ્લાન્ટ લગાવવાની યોજનાઓ બનાવી, હવે રિસર્ચ પર પણ ફોકસ રહેશે
post

મોબાઇલ, ચા, સાબુ, ઓટો અને એફએમસીજી સેક્ટરની કંપનીઓ વેપાર અંગે નવેસરથી વિચારી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 11:51:54

નવી દિલ્હી: સ્વદેશી ઉત્પાદન ખરીદવામાં લોકલ માટે વોકલબનવાની વડાપ્રધાન મોદીની અપીલ બાદ સ્વદેશી કંપનીઓમાં લોકલ બ્રાન્ડ માટે નવી તેજી દેખાઇ રહી છે. સ્થાનિક ઉત્પાદનોની વધતી માગને ધ્યાનમાં રાખી ઘણી કંપનીઓએ આગામી નાણાવર્ષથી વિસ્તરણની યોજના બનાવી છે. સાથે જ એ આશા પણ વ્યક્ત કરાઇ રહી છે કે લૉકડાઉન પૂરું થતાં તેમની કંપનીઓની સ્થિતિ ઝડપથી સારી થશે. મોબાઇલ, ચા, સાબુ, ઓટો અને એફએમસીજી સેક્ટરની કંપનીઓ પોતાના બિઝનેસ અંગે નવેસરથી વિચારી રહી છે. અને તે મુજબ પોતાની યોજનાઓ બનાવવામાં લાગી ગઇ છે. એવું માત્ર દેશમાં જ નહીં, અમેરિકામાં પણ થઇ રહ્યું છે.


પતંજલિ આયુર્વેદના સ્વામી રામદેવ કહે છે કે ખાદ્યતેલોથી લઇ ફૂડ પ્રોડક્ટ અને એફએમસીજીમાં એક લાખ કરોડ રૂપિયા સુધી કરવાની ભૂમિકા ભજવવા પતંજલિ પ્રતિબદ્ધ છે. તેનાથી 10થી 20 કરોડ લોકોને રોજગાર મળવાની આશા છે. જ્યારે ઘડી ડિટરજન્ટ બનાવતી કંપની આરએસપીએલના જોઇન્ટ એમડી રાહુલ જ્ઞાનચંદાની કહે છે કે દેશની અર્થવ્યવસ્થા ત્યારે જ પુનર્જિવિત થશે જ્યારે આપણે દેશી કંપનીઓને સપોર્ટ કરીશું. અમારા 20 પ્લાન્ટ છે. વપરાશ સતત વધી રહ્યો છે. જરૂર પડી તો વધુ પ્લાન્ટ લગાવીશું.

 
વાઘ-બકરી ટી ગ્રૂપના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર પરાગ દેસાઇએ કહ્યું કે અમારી ચા 40 દેશોમાં વેચાય છે. અમે વધુ પ્રચાર કરીશું કે લોકલ કંપની હોવા છતાં પણ અમે આગળ કેવી રીતે વધીએ. વડાપ્રધાનની અપીલ બાદ આશા છે કે અમારી પ્રોડક્ટ્સની ડિમાન્ડ પણ વધશે. અત્યારે સ્ટોકની ચા જ વેચાઇ રહી છે. પરંતુ વધતી માગને પહોંચી વળવા માટે એક વર્ષ બાદ અમે નવા પ્લાન્ટ સ્થાપીશું. 
એક મોટી ઓટો કંપનીના વરિષ્ઠ અધિકારીએ કહ્યું પીએમની અપીલ અને લેબર રિફોર્મ્સ સાથે જ અન્ય નિર્ણયો અમલી થયા બાદ ભારતીય કંપનીઓને માત્ર આગળ વધવામાં મદદ જ નહીં મળે પણ તે ગ્લોબલ પણ બનશે. 


બ્લૂમબર્ગના તાજેતરના સરવે મુજબ 40 ટકા અમેરિકીઓએ કહ્યું કે તેમને ચીનનાં ઉત્પાદન જોઇએ નહીં. 22 ટકા અમેરિકનોએ ભારતમાં બનેલી પ્રોડક્ટ ભવિષ્યમાં ખરીદવાનો ઇનકાર કર્યો છે. ત્યારે ભારતીય પણ સ્વદેશી ઉત્પાદનો ખરીદવા આગળ આવી શકે છે.


પ્રોડક્ટ અને સર્વિસ વિશ્વસ્તરીય આપવાથી સ્પર્ધા થશે
વિશ્વની પાંચમી સૌથી મોટી ફીચર ફોન કંપની લાવા ઇન્ટરનેશનલના ચેરમેન અને એમડી હરિઓમ રાય કહે છે કે કોઇ પણ દેશ જે મોટો બન્યો છે તે માત્ર એટલા માટે નહીં કે તેમની કંપની મોટી બની છે. કંપનીઓએ તેમની પ્રોડક્ટ્સ અને સર્વિસ વિશ્વસ્તરીય કરવી પડશે. ત્યારે જ અમે મલ્ટિ નેશનલ કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકીશું. 19-20નો થોડા ઘણો ફરક હશે તો લોકો સ્થાનિક પ્રોડક્ટ જ પસંદ કરશે. પરંતુ એ જ અંતર 17-25નું હશે તો સ્વદેશી પ્રોડક્ટ નહીં વેચાય. નવી પોલિસી પછી અમે ભારતમાં જ આર એન્ડ ડી સેન્ટર સહિત ડિઝાઇન અને ઉત્પાદન શરૂ કરીશું.

adv

Related News

post
post
post
post
post
post
post